નલીયા, રાજકોટ, જુનાગઢ સહિતના શહેરોમાં ન્યુનતમ તાપમાનનો પારોઉંચકયો: બર્ફીલા પવનના કારણે દિવસભર ઠંડીનો અહેસાસ
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં છેલ્લા ત્રણ દિવસથી ગાત્રો થ્રીજાવતી ઠંડી પડી રહી છે. આજે મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનોપારો ઉંચકાયો હોવા છતાં બર્ફીલા પવનના કારણે દિવસભર કાતીલ ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. ઉતર ભારતના રાજયોમાં સતત બરફ વર્ષા ચાલુ હોવાના કારણે આગામી૧૮મી ડિસેમ્બર બાદ રાજયભરમાં ઠંડીનું જોર વધશે અને ન્યુનતમ તાપમાનનો પારો ૮ ડિગ્રીથીપણ નીચો પટકાશે.
આજે નલીયા, રાજકોટ, જુનાગઢ સહિતનાશહેરોમાં લઘુતમ તાપમાનનો પારો બેથી લઈ ચાર ડિગ્રી સુધી પટકાતા લોકોએ થોડી રાહત અનુભવી હતી.જોકે આખો દિવસ ઠંડાગાર પવનો ફુંકાવાના કારણે લોકોએ દિવસભર કાતીલ ઠંડીનો અનુભવ કર્યો હતો અને દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડામાં વિટોળાયેલા જોવામળ્યા હતા. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૨.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલ કરતા આજે પારોદોઢ ડિગ્રી સુધી ઉંચકાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકાઅને પવનની સરેરાશ ઝડપ પ્રતિકલાક ૫ કિ.મી.રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૧૫.૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.
કચ્છનું નલીયા ગઈકાલે ૫.૮ ડિગ્રી સાથે કાતીલ ઠંડીમાં ઠુંઠવાયું હતું. આજે નલીયામાં પારો ૪ ડિગ્રી સુધી ઉંચકાયો હતો. નલીયાનું આજનું તાપમાન ૯.૮ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા જયારે પવનની ઝડપ શાંત રહેવા પામી હતી. જુનાગઢમાં આજે લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૮.૧ કિ.મી રહેવા પામી હતી.
જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના રાજયોમાં સતત બરફવર્ષા ચાલુ છે. જેના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી ૧૮મી ડિસેમ્બરબાદ ઠંડીનું જોર વધશે અને અનેક શહેરોમાં ન્યુનતમ તાપમાનનો પારો ૮ ડિગ્રી સુધી નીચોપટકાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાય છે.