આજ કાલ લોકોમાંસોશિયલ મીડિયાનું ચલણ વધતું જાય છે. વ્યક્તિ પોતાના જીવનની નાની-મોટી ઘટના પણ સોશિયલ મીડિયામાં જાહેર કરે છે ત્યારે આજ રોજ એક અધિકારીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી ભારે પડી હતી.
મળતી માહિતી મુજબ આ ઘટના IAS અધિકારી અભિષેક સિંહની છે ગુજરાતમાં ચૂંટણીની ફરજમાંથી સસ્પેન્ડ કર્યા છે. અભિષેકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં મૂકી હતી જાહેરમાં જેમાં ગુજરાતની ચૂંટણીમાં તેને નિરીક્ષકની ભૂમિકા આપવામાં આવી છે તે સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું હતું.
ઈન્સ્ટાગ્રામ પર મુકેલી આ પોસ્ટ અંગે ચૂંટણીપંચે કહ્યું હતું કે અભિષેક સિંહે ઈન્સ્ટાગ્રામ પર ‘પોતાના પોસ્ટિંગ’ની તસવીર શેર કરી અને પબ્લિસિટી સ્ટંટ તરીકે તેમની સત્તાવાર સ્થિતિનો ઉપયોગ કર્યો. ચૂંટણી પંચે અધિકારીને તાત્કાલિક ધોરણે પોતાનો મતવિસ્તાર છોડવા અને ઉપરી અધિકારીને રિપોર્ટ કરવા જણાવ્યું. તેમની જગ્યાએ નવા અધિકારીની 2011 બેચના IAS અધિકારી કૃષ્ણ બાજપેયીની હવે બાપુનગર અને અસારવા નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.