દેશની રાજધાની દિલ્હીમાંથી લગભગ 6 મહિના પહેલા થયેલી હત્યાના મામલામાં ખુલાસો કરવામાં આવ્યો, એક યુવતીની હત્યાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. દિલ્હીના રહેવાસી આફતાબ અમીન પૂનાવાલાએ તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વોકરની નિર્દયતાથી હત્યા કરી અને પછી તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. આરોપી દરરોજ રાત્રે દિલ્હીના વિવિધ સ્થળોએ શરીરના ટુકડાઓ ફેકી દેતો હતા. ખરેખર, આફતાબ અને શ્રદ્ધાની લવસ્ટોરી મુંબઈમાં શરૂ થઈ હતી. મુંબઈમાં કોલ સેન્ટરમાં કામ કરતી વખતે આફતાબ અને શ્રદ્ધાની મિત્રતા થઈ હતી. દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. યુવતીના પરિવારજનોને બંને વચ્ચે પ્રેમ હોવાની જાણ થતાં પરિવારજનોએ વિરોધ કર્યો હતો. વિરોધ બાદ બંનેએ મુંબઈ છોડીને દિલ્હી રહેવાનો પ્લાન બનાવ્યો અને દિલ્હી આવી ગયા. જોકે યુવતીના પરિવારજનો સોશિયલ મીડિયા દ્વારા તેની સાથે જોડાયેલા હતા. તે સોશિયલ મીડિયાના માધ્યમથી જ તેની સ્થિતિનો ખ્યાલ રાખતા હતા.
માહિતી અનુસાર, વિકાસ મદન વાકરએ 8 નવેમ્બરના રોજ દિલ્હીના મેહરૌલી પોલીસ સ્ટેશનમાં તેની પુત્રીનું અપહરણ કરવાનો કેસ નોંધાવ્યો હતો. તેણે પોલીસને જાણ કરી કે તે મહારાષ્ટ્રના પલઘરમાં તેના પરિવાર સાથે રહે છે.તેમની 26 વર્ષની પુત્રી શ્રદ્ધા મુંબઈના મલાડમાં કોલ સેન્ટરમાં કામ કરતી હતી. શ્રદ્ધા અને આફતાબ અહીં મળ્યા હતા. બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંને લિવ-ઈનમાં રહેવા લાગ્યા. બંનેના પ્રેમસંબંધની જાણ સબંધીઓને થતાં તેઓએ વિરોધ કર્યો હતો.આ પછી બંને અચાનક મુંબઈ છોડીને દિલ્હીમાં રહેવા લાગ્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી દીકરી સાથે જોડાયેલા હોવાને કારણે બંને દિલ્હીના છતરપુર, મહેરૌલીમાં રહેવા લાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તે પછી પુત્રી સાથે કોઈ સંપર્ક થયો ન હતો. આથી તેઓ ચિંતામાં પડી ગયા.
8 નવેમ્બરના રોજ, પરિવાર સીધો દિલ્હીના છતરપુરની જગ્યાએ પહોંચ્યો જ્યાં પુત્રી ભાડાના ફ્લેટમાં રહેતી હતી. પરંતુ ફ્લેટમાં તાળું લાગેલું જોવા મળ્યું હતું. વિકાસે અહીંથી સીધી મહેરૌલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.ટેકનિકલ સર્વેલન્સની મદદથી દિલ્હી પોલીસે આફતાબની શોધ શરૂ કરી. જે બાદ એક ગુપ્ત માહિતીના આધારે આફતાબની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, શ્રદ્ધા તેના પર લગ્ન માટે સતત દબાણ કરી રહી હતી, જેના કારણે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગ્યા.તેણે મે મહિનામાં તેની નિર્દયતાથી હત્યા કરી અને મૃતદેહના ટુકડા કરી જંગલમાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને કરવતથી તેના 35 ટુકડા કરી નાખ્યા હતા અને તેને તેના ઘરમાં રાખી દીધા હતા.આ માટે આફતાબે નવું મોટું ફ્રીજ ખરીદ્યું. 18 દિવસ સુધી તે રાત્રે બે વાગે પ્લાસ્ટિકની કોથળીમાં એક પછી એક લાશના ટુકડા લઈને ફેંકી દેતો હતો.