40.2 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું: રાજકોટનું 40.1 ડિગ્રી તાપમાન: રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડીગ્રીને પાર નોંધાયું

અબતક, રાજકોટ ન્યૂઝ :  ગુજરાતમાં વધતા તાપમાન સાથે એક નવી આગાહી આવી છે. ગુજરાતમાં હીટવેવ વચ્ચે કમોસમી વરસાદનું પણ અનુમાન છે. એક તરફ અસહ્ય ગરમી અને ઉકળાટ અનુભવાય છે, ત્યાં ગુજરાતના કેટલાક શહેરોમાં વાદળછાયુ વાતાવરણ રહીને કમોસમી વરસાદ એન્ટ્રી કરી શકે છે. ગુરૂવારે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ આ સાથે ગરમીમાં પણ વધારો નોંધાયો હતો. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે માર્ચ મહિનાના મધ્ય ભાગમાં જ ગુજરાતીઓને તપતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જો કે, હજુ લઘુતમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડી વર્તાઇ રહી છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં હીટવેવ રહેશે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે.

કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે. જોકે, ત્યારબાદ પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવ થવાની પણ આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે પરંતુ બહુ મોટો ઘટાડો થશે નહીં.આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હિટવેવની આગાહી છે. તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે. ગુજરાતમાં અરબ સાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવશે. માવઠાની આગાહી વચ્ચે ગરમીની આગાહી તો યથાવત જ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલું છે. રાજ્યમાં 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. અમરેલીમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજ્યના 2 શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર પહોંચી ગયું છે. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડીગ્રીને પાર નોંધાયું છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 37.4 ડિગ્રી પાર નોંધાયું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે કસ દેખાય તેના 225 દિવસ પછી જે વિસ્તારમાં કસ દેખાયો હોય ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આ દેશી વિજ્ઞાનની વાત કરીને હાલ જે વાદળો થાય છે તેને પણ કસ ગણવાનો છે. હાલ હોળી નજીક છે ત્યારે આ કસનો છેલ્લો રાઉન્ડ છે.

અમદાવાદ         37.4

ગાંધીનગર         37.2

વડોદરા             38.6

ભુજ                  38.5

નલિયા               37.2

કંડલા                39.0

અમરેલી             40.2

ભાવનગર           37.2

પોરબંદર             39.0

રાજકોટ              40.1

વેરાવળ              38.9

સુરેન્દ્રનગર          39.2

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.