- વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા પ્રી મોન્સુન એક્ટિવિટીના કમોસમી વરસાદની પણ શક્યતા
હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. પરંતુ આ વચ્ચે એકાએક ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. જ્યાં ગરમીનો પ્રકોપ હતો, ત્યાં હવે વાદળો છવાયા છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ગુજરાતના પલટાયેલા વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી છે.
રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થશે. જોકે, આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ પ્રકોપ રહેશે. પરંતું રાજ્યમાં આગામી 10 અને 11 તારીખ વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે. ગુજરાતમાં ચૂંટણી સાથે હવે ઉનાળાની મોસમ જામશે. એપ્રિલના 25માંથી 20 દિવસ ગરમીનું તાપમાન ઉંચું રહેવાની આગાહી છે. જેમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે.
એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે. તો મે મહિનામાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદમાં એપ્રિલના મોટાભાગના દિવસમાં યલો કે ઓરેન્જ અલર્ટની શક્યતા છે. જોકે, હાલ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 37 ડિગ્રી પાર નોંધાયું છે. 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયું છે. સૌથી વધુ તાપમાન કેશોદમાં 39.4 ડિગ્રી નોંધાયું છે.
આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
તારીખ 10 એપ્રિલે
#દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી
તારીખ 11 એપ્રિલે
#સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી , મહીસાગર, દાહોદ , છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી