- સૌથી વધુ 600 ઇજીપ્તીયનના મોત નિપજ્યા: 2 હજારની સારવાર ચાલુ
- 52 ડિગ્રી! હજ યાત્રા દરમિયાન આગનો વરસાદ, ગેરવહીવટના કારણે જાન લઈ રહ્યા છે, અત્યાર સુધીમાં 90 ભારતીયો સહિત 900ના મોત
International News : સાઉદી અરેબિયાના મક્કા અને મદીનામાં હજ યાત્રા દરમિયાન 900 થી વધુ હજ યાત્રીઓના મોત થયા હતા. સાઉદી અરેબિયામાં આવેલ મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હજમાં હાલ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. યાત્રા કરવા ગયેલા 1 હજાર જેટલાં યાત્રીઓના ગરમીના લીધે મોત થતાં પરિજનોના રુદનથી મક્કા ધ્રુજી ઉઠ્યુ છે. હાલ સુધીમાં મક્કામાં એક હજાર જેટલાં લોકોના મોત નીપજ્યા છે જયારે 2 હજારથી વધુના મોત નીપજ્યા છે. સાઉદી અરેબિયાના મક્કામાં ગરમીના કારણે 12થી 19 જૂન વચ્ચે 1 હજાર જેટલાં હજ યાત્રીઓના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં 90 ભારતીયો પણ સમાવેશ થાય છે. મૃત્યુનું કારણ સાઉદી અરેબિયામાં કાળઝાળ ગરમી છે. જો કે મૃત્યુ અંગે સાઉદી સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
સાઉદી અરેબિયામાં આકરી ગરમી વચ્ચે આ વર્ષે હજ યાત્રા દરમિયાન સેંકડો લોકોના મોત થયા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે લોકો તેમના પ્રિયજનોના મૃતદેહ મેળવવાની રાહ જોઈ રહ્યા હતા. દરેક મુસલમાન પોતાના જીવનમાં એકવાર હજ યાત્રા પર જવા ઈચ્છે છે. હજ 2024 દરમિયાન, વિશ્વભરના મુસ્લિમો સાઉદી અરેબિયાના મક્કા અને મદીના પહોંચ્યા હતા. પરંતુ કાળઝાળ ગરમી અને ગરમીના મોજાને કારણે અહીં 90 ભારતીયો સહિત 900થી વધુ લોકોના મોત થયા હતા.
આવી સ્થિતિમાં સાઉદી સરકારની આખી દુનિયામાં બદનામી થઈ છે. કારણ કે સરકારે ગરમીનો સામનો કરવા માટે જરૂરી વ્યવસ્થા કરી ન હતી. હજુ સુધી સાઉદી સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેમજ મૃતકોની સંખ્યા અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે, સેંકડો મુસ્લિમ પરિવારો હજુ પણ તેમના સ્વજનોના મૃતદેહને તેમના વતન પરત લેવા માટે રાહ જોઈ રહ્યા છે.
અતિશય ગરમી અને હીટસ્ટ્રોક જીવલેણ બની જાય છે
પાંચ દિવસની હજ યાત્રા દરમિયાન ઓછામાં ઓછા 900 લોકોના મોત થયા હતા. આંકડાઓ અનુસાર, આ વખતે હજ યાત્રામાં વિશ્વભરમાંથી 18 લાખથી વધુ મુસ્લિમોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ભારે ગરમી જોવા મળી હતી. સોમવારે મક્કામાં મહત્તમ તાપમાન 51.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. એકલા ઇજિપ્તમાં ઓછામાં ઓછા 600 લોકોના મોત થયા છે. અલગ-અલગ દેશો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં 992 લોકોના મોત થયા છે.
જીવ ગુમાવનારાઓમાં ગુજરાતના 5 હજયાત્રીઓ
સાઉદી અરેબિયામાં પણ ભીષણ ગરમી પડી રહી છે. મક્કામાં પારો 52 ડિગ્રીને પાર જતાં 12 જૂનથી 19 જૂન વચ્ચે 1 હજાર હજ યાત્રીઓનાં મોત થયાં છે. અગાઉ આ આંકડો 600 જણાવવામાં આવ્યો હતો. તેમાં ઘણા ભારતીયો પણ છે. જીવ ગુમાવનાર હજયાત્રીઓમાં ગુજરાતના 5 યાત્રાળુ છે. તેઓ છોટાઉદેપુર, અમદાવાદ, વડોદરા,બનાસકાંઠા અને વલસાડના હાજી હોવાનું જાણવા મળ્યું છે. હજયાત્રા દરમિયાન જીવ ગુમાવનારા લોકોમાં સૌથી વધુ ઈજિપ્તના 600 લોકો સામેલ છે જ્યારે અન્ય ઘણાં દેશોના હજયાત્રીઓ પણ તેમાં સામેલ છે.
આ દેશોના હજ યાત્રીઓ મૃત્યુ પામ્યા
સાઉદી રાજદ્વારીઓ અનુસાર, પાંચ દિવસની હજ યાત્રા દરમિયાન 80 ભારતીયોના પણ મોત થયા હતા. માર્યા ગયેલા તમામ યાત્રાળુઓ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા. ઈજિપ્ત ઉપરાંત જોર્ડન, ઈન્ડોનેશિયા, ઈરાન, ટ્યુનિશિયા, ઈરાક અને સેનેગલે પોતાના નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. જોકે, ઘણા કિસ્સામાં સત્તાવાળાઓએ કારણ આપ્યું નથી. માર્યા ગયેલા યાત્રાળુઓના પરિવારજનો સોશિયલ મીડિયા પર તેમના સંબંધીઓ વિશે પોસ્ટ કરી રહ્યા છે. જેથી તેઓ તેમના વિશે કોઈપણ માહિતી મેળવી શકે.