છ માર્ચ સુધી રાજયના છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આજથક્ષ ગરમીનું જોર વધશે અનેક શહેરોમાં મહતમ તાપમાનો પારો 38 ડિગ્રીને પારથઈજશે દરમિયાન અરબી સમુદ્રમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાયાના કારણે આગામી સોમવાર સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
ગઈકાલે ગાંધીનગર 37.5 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ અમદાવાદનું તાપમાન 37.3 ડિગ્રી, ડિસાનું તાપમાન 36.2 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરનું તાપમાન 35.4 ડિગ્રી, વડોદરાનું તાપમાન 36 ડિગ્રી, સુરતનું તાપમાન 36 ડિગ્રી, ભૂજનું તાપમાન 37.4 ડિગ્રી, નલીયાનું તાપમાન 33.5 ડિગ્રી, કંડલાનું તાપમાન 37.3 ડિગ્રી, અમરેલીનું તાપમાન 37.2 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 35.2 ડિગ્રી, રાજકોટનું તાપમાન 37.3 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 37.3 ડિગ્રી અને કેશોદનું તાપમાન 37.1 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ.
ભારત મૌસમ વિભાગ તરફથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજથી 6 માર્ચ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. જેને ધ્યાને લઇ જણસી અને માલ – સામાન પલળે નહિ અને નુકશાન ન થાય તે માટે ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે. ત્યારે ઘાસચારો વગેરે ગોડાઉનમાં સલામત સ્થળે રાખવા અથવા તાડપત્રી ઢાંકીને રાખવા. તે સાથે વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે લઈ જવાતી ખેત જણસી ઢાંકીને લઈ જવી અને એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામતસ્થળે ગોડાઉનમાં રાખવાની સાથે પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિતરાખવા ઉપરાંત બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે રાખવા માટે જણાવાયું છે.