હજુ એક અઠવાડિયુ કડકડતી ઠંડી પડશે: નલિયામાં દાયકાનું સૌથી ઓછું ૨.૫ ડિગ્રી તાપમાન, માઉન્ટ આબુમાં પણ પારો માઇન્સ ૨ ડિગ્રીએ પહોંચ્યો
હાલ સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી પડી રહી છે. જેથી તાપણાની સિઝન જામી છે. શિયાળો નરવાઈની સાથે ગરમાઈ પણ લઈ આવવાની સિઝન હોય સ્વાસ્થ્યપ્રેમીઓ તો ઠંડી પડતા જાણે ગેલમાં આવી ગયા છે. ઠેર ઠેર તાપણા પાર્ટીઓ જમાવીને લોકો ગરમાવો લેતા નજરે પડી રહ્યા છે. જો કે હજુ એક અઠવાડિયા સુધી કડકડતી ઠંડી યથાવત રહેવાની છે.
નલિયામાં દાયકાનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ૨.૫ ડીગ્રી તાપમાનથી ત્યાનું જનજીવન અસરગ્રસ્ત થયું છે.જ્યારે માઉન્ટ આબુમાં માઇન્સ બે ડીગ્રી તાપમાન નોંધાતા ત્યાંનું તળાવ પણ થીજી ગયા છે. ઉપરાંત રાજસ્થાનના ચુરૂમાં માઇન્સ ૩ ડીગ્રી તાપમાન નોંધાયું છે. દેશભરમાં શિયાળાની ઠંડીના વાયરા સમગ્ર મેદાની વિસ્તારોમાં ચકકર લગાવતી થઇ હોવાથી ભારતના હવામાન વિભાગે આગાહી કરી છે. કે ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં આવતા અઠવાડીયેથી રાત્રે હિમ વાયરા જેવું વાતાવરણ ઠંડુગાર રહેવાથી ઉત્તર ભારત સહિત દેશમાં એક અઠવાડીયા બાદ હાડ થિંજવું નારી આ ઠંડીમાં થોડી રાહત થશે.
૧૭ થી ર૪ ડીસે. અને ર૪ થી ૩૦ ડીસે. ની આ આગાહીમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ર્ચિમ, મઘ્ય અને પ્રર્વ ભારતીય મોટાભાગોમાં લધુત્તમ તાપમાન ર થી ૬ ડીગ્રી નીચે સરકી જશે. ઉત્તર ભારતના આ ઠંડા વાયરા વચ્ચે શેષ ભારતમાં વાતાવરણ સપ્રમાણ રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે શીત લહેરથી હીમ વાયરા જેવી સ્થિતિ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પિશ્રિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં ઠંડીની વધુ અસર જોવા મળશે. ત્યારપછી વાતાવરણ હુફાળુ થવા લાગશે. ઠંડા મોસમથી તીવ્ર હાડ થીજવથી ઠંડીની આ અસર પંજાબ, હરિયાણા, ચંદીગઢ થી લઇ ઉત્તર પ્રદેશ સુધી લઇ દિવસ-રાત તાપમાન ઘટી જશે. બીજા અઠવાડીયા થી ટાઢમાં રાહથ થશે. ઉત્તર અને પૂર્વ ભારતની આ શીત લહેર સમગ્ર દેશમાં કાંતિલ ઠંડીનો અનુભવ કરાવશે.