અમદાવાદ 44.4 ડિગ્રી, ગાંધીનગર અને અમરેલીમાં 44 ડિગ્રી, સુરેન્દ્રનગર 43.8 ડિગ્રી, રાજકોટ 43.2 ડિગ્રી સાથે આગના ગોળા બન્યા: હજી હિટવેવનો પ્રકોપ જારી રહેશે

ગુજરાત માટે ગુરૂવારનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો.હિટવેવના પ્રકોપ વચ્ચે કંડલા એરપોર્ટ પર મહતમ તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોચી ગયો હતો. આ ઉપરાંત ત્રણ શહેરોમાં તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતુ આજે અને આવતીકાલે પણ હિટવેવનો પ્રકોપ યથાવત રહેશે આજે પણ રાજયનાં અનેક શહેરોમાં તાપમાન 44થી 45 ડિગ્રી વચ્ચે રહે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર ગુરૂવારનો દિવસ ગુજરાત માટે સૌથી ગરમ રહ્યો હતો. કચ્છમાં કંડલા એરપોર્ટ પર મહતમ તાપમાન 45 ડિગ્રીએ પહોચી જવા પામ્યું હતુ જયારે અમદાવાદનું મહતમ તાપમાન 44.4 ડિગ્રી, ડિસાનું તાપમાન 42 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 44 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 41.6 ડિગ્રી વડોદરાનું તાપમાન 43.6 ડિગ્રી, સુરતનું તાપમાન 42 ડિગ્રી,ભુજનું તાપમાન 42 ડિગ્રી, કંડલા પોર્ટ પરનું તાપમાન 39.2 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં અમરેલીનું તાપમાન 44 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 42 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 38 ડિગ્રી, રાજકોટનું તાપમાન 43.2 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 43.8 ડિગ્રી, કેશોદનું તાપમાન 42.4 ડિગ્રી અને જૂનાગઢનું તાપમાન 43.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ.

આજે પણ હિટવેવનો પ્રકોપ જારી રહેશે આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, રાજકોટ,પોરબંદર અને કચ્છમાં મહતમ તાપમાનનો પારો 44થી 45 ડિગ્રી વચ્ચેરહેશે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. મે માસના પ્રથમ પખવાડીયામા ચાલુ સાલ ઉનાળાની સીઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાશે ત્યાર બાદ ગરમીનું જોર ઘટશે અને પ્રિમોનસુન એકિટવીટીની અસર વર્તાવા લાગશે અને બફારાનો અનુભવ થશે.છેલ્લા બે માસથી સતત કાળઝાળ ગરમી પડીરહી છે.જેના કારણે જનજીવન ત્રાહીમામ પોકારી ગયું છે. ગુરૂવારનો દિવસ સૌથી ગરમ રહેવા પામ્યો હતો. બપોરનાં સુમારે તો રાજમાર્ગો પર સન્નાટો છવાય જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.