56 ટકા વાવણી પૂર્ણ થઇ : ઘઉં અને ધાણાનું બમ્પર વાવેતર: રાજકોટ જિલ્લાના જળાશયો છલકી ગયાં હોવાથી વાવણીમાં ખેડૂતોનો ઉત્સાહ બેવડાયો

રાજ્ય સહિત રાજકોટ જિલ્લામાં ઠંડી પડવા લાગતા રવીઋતુ વાવેતરમાં ગરમી દેખાય રહી છે.56 ટકા વાવણી પૂર્ણ થવાં પામી છે, ઘઉં અને ધાણાનું બમ્પર વાવેતર નોંધાયું છે. ઠંડીનું જોર દિવસે અને રાત્રે વધી રહ્યું છે તેમ તેમ ગરમી હળવી થતી જાય છે અને શિયાળુ પાકોના વાવેતરમાં ગરમી વધી છે. પાછલા એક સપ્તાહમાં રાજ્યમાં શિયાળુ વાવેતરનો વિસ્તાર પોણા નવ લાખ હેક્ટર જેટલો વધી ગયો છે. ધાણા, ઘઉં, ચણા, જીરૂ અને બટાટા જેવા પાકોના વિસ્તાર ફટાફટ વધી રહ્યા છે. પ્રતિ હેક્ટર વાવેતર સારાં સારા સમાચાર છે. જો કે, આગળ જતા વાવેતર વિસ્તાર નીચે જાય એવી શક્યતા વધારે દેખાય છે. તેલિબિયામાં રાઇનો વિસ્તાર 15 ટકા વધીને 2.80 લાખ હેક્ટર થઇ ગયો છે. પાછલા વર્ષમાં 2.35 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું.

ગુજરાતના કૃષિ ખાતાએ જાહેર કરેલા આંકડાઓમાં દર્શાવાયું છે કે 25.18 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે. પાછલા વર્ષમાં વાવણી આ સમયે 15.14 લાખ હેક્ટરમાં હતી. રાજ્યમાં સામાન્ય રીતે 45 લાખ હેક્ટર આસપાસ વાવેતર થતું હોય છે એટલે અંદાજે 56 ટકા જેટલી વાવણી પૂરી થઇ ગઇ છે.ઘઉંનો પાક વાવેતરમાં અગ્રેસર છે. 28 નવેમ્બર સુધીમાં 5.76 લાખ હેક્ટરમાં વાવણી નોંધાઈ છે. ઘઉંનું 2600-2800 ક્વિન્ટલના ભાવ થઇ ગયા હતા એટલે ખેડૂતોને ઘઉં વાવવામાં પૂરતો રસ છે. આ વર્ષે પાણીની પણ કોઇ સમસ્યા નથી એટલે ઘઉંનો પાક ખેતરે ખેતરે લહેરાશે.ધાન્યોમાં ચારા માટે જુવારનું વાવેતર સામાન્ય કરતા બમણાથી થયું હતુ. વધીને 36,024 હેક્ટર થઇ ગયું છે. જ્યારે મકાઇનો વિસ્તાર 27 હજાર હેક્ટર સામે 72,176 હેક્ટર સુધી પહોંચી ગઇ છે. એ સામાન્ય કરતા વધી ગયો છે. જે 43 ટકા છે. ગુજરાતમાં 13-14 લાખ હેક્ટરમાં વાવેતર સરેરાશ રહેતું હોય છે. પાછલા વર્ષના આ સમય કરતા હાલ વાવેતર બમણાં આગળ થઇ ગયા છે. ઘઉંના ભાવમાં વિક્રમી તેજી થઇ છે. મોટાભાગના યાર્ડોમાં ધાણાની તેજીએ ખેડૂતોને આ વર્ષે ભારે આકષ્ર્યા છે. પાછલા વર્ષમાં આ સમયે ફક્ત 35,486 હેક્ટર વાવેતર હતુ તેની સામે 1,57,114 હેક્ટરમાં વાવણી ચણાના વાવેતરમાં પણ થઇ ગઇ છે. સામાન્ય રીતે વાવણી 1.20 લાખ હેક્ટર સુધી રહેતી હોય છે. આ વખતે વિસ્તારમાં મોટો વધારો થવાનું નિશ્ચિત દેખાય છે. બીજી તરફ જીરૂમાં મોટો વધારો થયો છે. ગુજરાતમાં 4.65 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે. જે પાછલા વર્ષમાં 3.85 લાખ હેક્ટરમાં હતુ. ચણામાં મંદી હોવા છતાં પ્રગતિ ધીમી છે. વાવેતરના આરંભિક આંકડાઓ દર્શાવે છે કે ચાલુ સાલે આ પાકોના વાવેતરમાં ઉતરોતર વધારો થવા પામ્યો છે.

સૌરાષ્ટ્રમાં પાણીની રેલમછેલથી રવી વાવણીમાં ખેડૂતોનો ઉત્સાહ બેવડાયો છે. શેરડી સિવાય તમામ પાકોના વાવેતર વધી રહ્યા છે.અત્યાર સુધીમાં 20 ટકા વાવેતર રવી સીઝનના વાવેતરમાં થયા છે. સૌરાષ્ટ્ર – ગુજરાતમાં પાકોની આવક બેતરફ વેગવંતી થઇ ગઇ છે ને ખેડૂતો સામી વ્યસ્ત થઇ ચૂક્યાં છે. પંદર દિવસથી શિયાળુ પાકના વાવેતર શરૂ થયા છે અને આરંભિક તબ્બક્કે અત્યંત ઉત્સાહ જનક છે. ગુજરાતના કૃષિ વિભાગે જાહેરાત કરી છે. અને તેમાં ખેડૂતોનો બેહદ રસવૃધ્ધિ દેખાઇ છે.14 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં 9.10 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. વાવેતર પાછલા વર્ષના 2.49 લાખ હેક્ટર કરતા ખાસ્સું વધારે છે.ઘઉંના ભાવમાં વ્યાપક તેજી આ વર્ષે થઇ છે અને હજુ નવો માલ ન આવે ત્યાં સુધી તેજીનું વાતાવરણ રહેશે તેવું સ્પષ્ટ દેખાતા ખેડૂતોએ ઘઉંની પસંદગી વધારી રહ્યા છે. વરસાદનું પ્રમાણ છેવટ સુધી ખૂબ જ સારું રહ્યું હતુ, પ્રવર્તમાન સમયે નદી, ડેમો, કૂવા અને તળાવોના તળ સાજા છે અને હવે પર્યાપ્ત ભેજ પણ મળતો હોવાથી રવી પાકોના વાવેતરમાં નોંધનીય ઉમેરો થયો છે.

સૌથી વધારે મોટાભાગના વિસ્તારોમાં પાણીની કોઇ જ સમસ્યા નથી એટલે ખેડૂતોએ અત્યારથી ઘઉંનું વાવેતર 1.17 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં કરી દીધું છે. પાછલા વર્ષમાં આ સમયે હજુ માંડ 2 હજાર હેક્ટરમાં વાવેતર પહોંચી ચૂક્યું છે. હતુ. 90 ટકા વાવણી પિયતવાળા ભાગોમાં છે.ચણાના ભાવમાં મંદી હોવા છતાં આ વખતે વાવેતરમાં તગડો વધારો અત્યાર સુધીમાં દેખાયો છે. ચણાનું વાવેતર 1.80 લાખ હેક્ટરમાં થઇ ચૂક્યું છે. પાછલા વર્ષમાં 17 હજાર હેક્ટરમાં જ વાવેતર આ દિવસે હતુ. સરેરાશની સામે 23 ટકા વાવેતર સંપન્ન થઇ ગયું છે. શિયાળુ કઠોળમાં ચણા મોખરે રહેતા હોય છે એટલે ખેડૂતોને આકર્ષણ છે. જોકે હવે વાવેતર અંતે કેટલા થાય છે તેના પર ભવિષ્યના ભાવનો આધાર રહેશે.

જળાશયો ભરપૂર હોવાથી શિયાળુ પાકો લેવા જગતનો તાત તત્પર

1670052206869

અતિવૃષ્ટિ અને કેટલાક સ્થળે આવેલા ભારે પૂરના કારણે ખેડૂતોના ખેતર વાડીમાં પાકો ધોવાઈ ગયા છે, પરંતુ ખેડૂતો હિંમત હારે તેવા નથી. ખેડૂતોએ હવે શિયાળુ પાકો લેવાની તૈયારી કરી લીધી છે. ખેડૂતવર્ગોના પ્રતિભાવો મુજબ ધોવાઈ ગયેલા ખેતીપાકોને લઈને વીમા ઉપરાંત પણ સરકારે કોઈ તત્કાળ મદદ કરવી જોઈએ. કિસાન સમૃદ્ધિ યોજનાની કેન્દ્રીય મદદ છતાં વર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકાર પણ કેટલીક તત્કાળ મદદ કરે, તેવી અપેક્ષા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે રવિપાક અને તે પછી ઉનાળુ પાક વધુમાં વધુ લઈ શકાય, તે માટે સરકારે વીમાની ચુકવણી ઉપરાંત સહાય યોજનાઓનો લાભ સમયસર મળી રહે તેવી વ્યવસ્થાઓ કેન્દ્ર-રાજ્ય સરકારના તંત્રો કરશે, તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે રાજ્યના મોટા ભાગના જળાશયો છલોછલ ભરેલા છે અને ભૂગર્ભ જળ સપાટી પણ વધી હોવાથી હવે જો સરકાર સમયોચિત મદદ કરે અને તંત્રો પણ સક્રીયતાથી ઝડપી કામગીરી કરે, તો ખેડૂતો અને ખેતીને ઘણી જ રાહત થાય તેમ છે. રાજ્યના ઘણા ડેમ છલકાયા હોવાથી જો હવે દીર્ઘદૃષ્ટિ પૂર્વક આયોજન તથા મેનેજમેન્ટ સરકારી તંત્રો દ્વારા થાય તો જગતનો તાત રવિપાક અને મબલખ ઉનાળુ પાક મેળવીને આ ખરીફ મોસમની ખોટ સરભર કરી શકે છે.

  •  શિયાળુ વાવેતર 3.5 કરોડ હેક્ટરને પાર ગત સિઝનમાં 3.34 કરોડ હેક્ટરની સરખામણીમાં 7.2 ટકા ઊંચું વાવેતર

રાજ્યમાં શિયાળુ વાવેતર 3.5 કરોડ હેક્ટરને પાર થયું છે.ગત સિઝનમાં 3.34 કરોડ હેક્ટરની સરખામણીમાં 7.2 ટકા ઊંચું વાવેતર નોંધાયું છે.ઘઉંમાં 10.5 ટકા વૃદ્ધિ સાથે 1.53 કરોડ હેક્ટરમાં વાવેતર, રાયડાનું વાવેતર 14.4 ટકા ઊછળી 70.89 ટકામાં જોવા મળ્યું છે. ચણાનું વાવેતર નજીવા સુધા2ે મહિનાની આખર સુધીમાં થવાથી 67.14 ટકા પર પહોંચ્યું છે. રવી પાકોનું વાવેતર ઝડપથી આગળ વધી રહ્યું છે.ગત માસની આખર સુધીમાં તે 3.58 કરોડ હેક્ટર વિસ્તારને પાર કરી ગયું હતું. જે ગયા વર્ષે 3.34 કરોડ હેક્ટરની સરખામણીમાં 7.2 ટકા જેટલું વધુ છે. તમામ મુખ્ય રવી પાકોના વાવેતરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે, જેમાં ઘઉં અને રાયડો મુખ્ય છે. દેશમાં સામાન્ય રીતે 6.34 ગુજરાત કરોડ હેક્ટરમાં રવી વાવણી જોવા મળતી હોય છે. આમ હજુ લગભગ 45 ટકા વિસ્તારમાં વાવેતર થવાનું બાકી છે. જેમાંનું મોટાભાગનું ડિસેમ્બરમાં થતું હોય છે.વાવેતર 1.53 કરોડ હેક્ટર પર પહોંચ્યું છે. જે ગઈ સિઝનમાં સમય ગાળામાં 1.38 કરોડ હેક્ટર પર હતું. આમ વાવેતરમાં 10.5 ટકા વૃદ્ધિ જોવા મળી રહી છે. ગયા સપ્તાહની આખરમાં ઘઉંના વાવેતરમાં 15 ટકા વૃદ્ધિ જોવા મળતી હતી. જેમાં ઘઉં પકવતાં અગણી રાજ્યોમાં વાવેતર લગભગ ઊંચું જોવા મળી રહ્યું છે.

જેમકે મધ્ય પ્રદેશમાં ઘઉંનું વાવેતર 6.4 લાખ હેક્ટરની વૃદ્ધિ દર્શાવે છે. રાજસ્થાનમાં તે 5.67 લાખ હેક્ટર વૃદ્ધિ સૂચવે છે. આ ઉપરાંત પંજાબ(1.55 લાખ હેક્ટર), બિહાર(1.05 લાખ હેક્ટર), 78 હજાર હેક્ટર), ઉત્તરપ્રદેશ(70 હજાર હરિયાણા એવું રાજ્ય છે જે ઘઉંના વાવેતરમાં 1.05 લાખ હેક્ટરનો ઘટાડો દર્શાવી રહ્યો છે. ગયા વર્ષે ઘઉંનું વાવેતર 3.09 કરોડ હેક્ટરમાં જોવા મળ્યું. હતું. અત્યાર સુધી ઘઉંના વાવેતર માટે આબોહવા અનુકૂળ જોવા મળી રહી છે. તેમજ વાવેતર ગયા વર્ષ કરતાં વહેલું હોવાના કારણે પણ પાકને લાભ મળી શકે છે એમ વર્તુળો જણાવે છે. જો કે, છેલ્લા એક સપ્તાહમાં વાવેતરમાં પ્રગતિ થોડી ધીમી પડી હતી. ઉપરાંત એવા પણ અહેવાલ છે કે કેટલાંક વિસ્તારોમાં ખેડૂતો ઘઉં તરફથી રાયડા તરફ વળ્યાં હોવાથી વાવેતરમાં હવેના દિવસોમાં વૃદ્ધિ દર ઘટતો જોવા મળી શકે છે. ગઈ સિઝનમાં માર્ચ મહિનામાં કાપણી વખતે અચાનક હીટ વેવ આવવાને કારણે ઘઉંની ઉત્પાદક્તા પર ગંભીર અસર થવાથી ઉત્પાદન અપેક્ષા કરતાં એક કરોડ ટન જેટલું નીચું રહ્યું હતું.

આમ તે માત્ર 0.3 ટકાની સામાન્ય વૃદ્ધિ સૂચવે છે. જાડાં ધાન્યોમાં મકાઈની વાત કરીએ તો વાવેતર 29.1 ટકા વધી 6.45 લાખ પ્રેક્ટરમાં થઈ ચુકી છે. જે ગઈ સિઝનમાં 5 લાખ હેક્ટરમાં જોવા મળતું હતું, રવી કઠોળનું વાવેતર ગઈ સિઝનમાં 94.37 લાખ હેક્ટર સામે 94.26 લાખ હેક્ટર પર ફ્લેટ જોવા મળી રહ્યું છે. શિયાળુ ચોખાનું વાવેતર 10 ટકા વૃદ્ધિ સાથે 9.14 લાખ હેક્ટર પર પહોંચ્યું છે. જે ગઈ સિઝનમાં 8.33 લાખ હેક્ટર પર હતું. સરકારી વર્તુળોના મતે ચાલુ સિઝનમાં રવી વાવણીની શરૂઆત ઝડપી રહી હતી. જોકે છેલ્લા પખવાડિયામાં વાવેતરની ઝડપમાં થોડો ઘટાડો જોવા કાર્ય પૂર્ણ થશે અને રવી વાવણીનો નવો વિક્રમ પણ અન્ય શિયાળુ પાકોમાં રાયડાનું વાવેતર 70.89 લાખ હેક્ટરમાં જોવા મળી રહ્યું છે, જે ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 1.96 લાખ હેક્ટરના વાવેતર સામે 14.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ત્રીજા મહત્ત્વના પાક મળ્યો છે. જોકે ડિસેમ્બર સુધીમાં મોટાભાગનું વાવેતર એવા ચણાનું વાવેતર 67.14 લાખ હેક્ટર પર પહોંચ્યું છે. જે ગઈ સિઝનમાં 99.91 લાખ હેક્ટર બનતો જોવા મળે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.