હાલમાં ઉનાળો તેને કહેર વરસાવી રહ્યો છે રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે.
ત્યારે આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રમાણ વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આવનાર ૫ દિવસ સુધી હજીપણ ગરમીનો કહેર ચાલુ રહેશે.
અમદાવાદ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. હીટ એક્શન પ્લાન મુજબ અમદાવાદમાં આગામી 3 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો સમગ્ર રાજ્યમાં 41થી 43 ડિગ્રીની તાપમાનની આગાહી કરવામાં આવી રહી છે.
આમ મે મહિનામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. સૂર્યદેવ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા હોયે તેવી અસહ્ય ગરમી લોકો સહન કરી રહ્યાં છે અને યલો એલટ થી બચવા માટે જરૂરી કામ સિવાય બહાર ન નીકણવા જાણ કરાઈ છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com