આદિપુરના પેટ્રોલ પંપ પાસે શનિવારે એક ઈનોવા કારે એક જીપને ટકકર માર્યા બાદ મોપેડને હડફેટે લીધી હતી. જેમાં યુવાનને ઈજાઓ પહોચી હતી.
આદિપુર પોલીસે જણાવ્યું હતુ કે ઈનોવા કાર નં. જી.જે.૧૨ બીઆર ૨૯૭૯ના ચાલકે આડેધડ વાહન હંકારી પહેલા એક જીપને ટકકર મારી હતી ત્યારબાદ એક એકટીવાને હડફેટે લેતા ફરિયાદી વિજય ઉર્ફે કનૈયાલાલ દામાના પુત્રને ઈજા પહોચી હતી. તે હોસ્પિટલમાં સારવાર હેઠલ છે. અકસ્માતબાદ કાર ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો.