ગરમીના દિવસો શરુ થઇ ગયા રસ્તાઓ પર મોઢું ઢાંકી અને સનગ્લાસ પહેરી જનારની સંખ્યા વધી ગઇ. આ દિવસોમાં ભોજન કરતાં વધુ લોકો પીણાં પીવાનું પસંદ કરે છે, અને એ પણ બરફથી છવાયેલ ઠંડા પીણા……….
પરંતુ કેટલાક ઠંડા પીણા શરીરને ડીહાઇડ્રેશનથી મુક્ત નથી કરતાં પરંતુ વધુ નુકશા કરે છે. રેકડીથી લઇ દુકાનોમાં મળતાં ઠંડા પીણાઓમાં વપરાતા પાણી, એસેન્સ એ લોકોની હેલ્થ સાથે ચેડાં કરે છે.
– ઘણાં લોકો તે જાણકારી જ નથી હોતી કે તેઓ દ્વારા પીવામાં આવતા પીણાં તેમની માટે ધીમાં ઝેર સમાન કાર્ય કરી રહ્યું છે.
કેવા પ્રકારનાં કોલ્ડ્રીક્સને અવોઇડ કરવા…?
ફેઝી પીણાં…..
૧- ફેઝી (Fizzy drinks) જો ડાઇટ ફેઝી ડ્રીક્સ હોય તો પણ ગરમીમાં તેણે અવોઇડ કરવામાં ભલામણ છે. કારણ કે કૃત્રિમ મીઠાશ ભુખને ટ્રીગર કરે છે. સંશોધનોના સૂચન મુજબ ખાંડ સાથે ભળેલા પીણાં પોષક લાભ આપતા નથી. અને તે વધુ નુકશાન પહોંચાડે છે. જેથી તાજા ફળોની મીઠાશ વાળા પીણાનો ઉ૫યોગ વધુ કરવો અને કૃત્રિમ મીઠાશવાળા ઝેરી પીણાંથી શરીરના નુકશાનને બચાવો.
૨- સ્પોર્ટ્સ ડ્રીંક….
જો ઉનાળામાં ગરમીમાં સક્રિય ન હોય તો રમતના પીણાંથી પણ દૂર રહેવું, કારણ કે તે પીણાંમાં ફિઝીના પીણાં કરતા ૨/૩ ગણી વધુ ખાંડનો ઉપયોગ થાય છે. ખાંડ એ રક્તનાં સ્તરને વધારશે અને વર્કઆઉટમાં પણ નુકશાન પહોંચાડશે, તો બની શકે ત્યાં સુધી ખાંડ ઓછી હોય અને ઇલેક્ટ્રોલાઇટ્સ ઉંચો હોય તેવા પીણા નો ઉપયોગ કરવો….
૩- ફોઝન ડ્રીક્સ (જેવા કે કોફી, ચા)
ફોઝન ડ્રીક્સમાં પણ ખાંડનો વધુ ઉપયોગથાય છે. ઉપરાંત ગરમીમાં એ વધુ માત્રામાં લેવાય તો કેલરીમાં તે વધારો કરે છે. તથા વાળ અને ચામડીને પણ નુકશાન કરે છે. બની શકે ત્યાં સુધી કોલ્ડ કોફીનું સેવન કરવું તથા ઠંડા દૂધનું સેવન કરવું જેમાં વધુ મિઠાશ ન હોય.
૪- આલ્કોહોલિક પીણાં :
ગરમીમાં આલ્કોહોલથી બચવુ જોઇએ. આલ્કોહોલ જરુર માટે નુકશાનકારક છે પરંતુ ગરમીમાં તેની અસરકારકતા વધી જાય છે. અને શરીરમાં જતા જ તેના તત્વો વધુ સક્રિય થાય છે. જે જાત-જાતની બિમારીઓને નોતરે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,