આજે નહિ તો કાલે ખેડૂતના હક્કનો પાક વિમો તો ચુકવવો જ પડશે: લલિત કગથરા
શહેરમાં આવેલ વૈજનાથ મંદિર ખાતે ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને સંબોધતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતો ને પાકમા થયેલી નુકસાનીનું વળતર તેમજ પાક વીમો ચૂકવવામાં આવે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ખેડૂતોની લડતને વધુ મજબૂત બનાવી ખેડૂતોને પોતાનો હક અપાવી શું આ તકે ટંકારા ન ધારાસભ્ય અને મોરબીના ધારાસભ્ય તેમજ ખેડૂત અગ્રણીઓ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય પાલિકાના સદસ્ય સહિત ખેડૂતો હાજર રહ્યા હતા.
ખેડૂતોને પાક વીમો મળે અને ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ થાય તેવા હેતુ સાથે શહેરમાં આવેલ વૈજનાથ મંદિર ખાતે ખેડૂત અધિકાર સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ યુવા નેતા હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વહેલામાં વહેલી તકે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની થવા પામી છે જેથી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને તાત્કાલિક પાક વીમો ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી સાથેજ એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની માંગણીને ધ્યાને નહીં લે તો આગામી દિવસોમાં ખેડૂતોના આંદોલનને વધુ મજબૂત બનાવીશું.
આ ખેડૂત સંમેલનમાં કોંગ્રેસ કિસાન સંઘના પ્રમુખ પાલભાઈ આંબલીયા,ખેડૂત આગેવાન રતનસીહ ડોડીયા,રામકુભાઈ કરપડા,ટંકારા ના ધારાસભ્ય લલિતભાઈ કગથરા,મોરબીના ધારાસભ્ય બિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ,જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ પટેલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ જેન્તી ભાઈ પારેજીયા,મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ડો.અનિલભાઈ પટેલ,પાલિકા સદસ્ય વાસુદેવ ભાઈ પટેલ,યુથ કોંગ્રેસ પ્રમુખ અનિરુદ્ધસિંહ ખેર સહી કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્ય અને હળવદ પાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઈ પટેલ સહિત હળવદ કોંગ્રેસના આગેવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી.
ખેડૂત સંમેલનને નિષ્ફળ બનાવવા કોંગ્રેસના કહેવાતા નેતાએ મરણિયા પ્રયાસ કર્યા?
હળવદ ખાતે યોજાયેલ ખેડૂત અધિકાર સંમેલનમાં ખેડૂતોની વધુ હાજરી ન થાય અને સંમેલન નિષ્ફળ બને તે માટે હળવદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એ મરણિયા પ્રયાસો કર્યા હોવાનું ખુદ કોંગ્રેસનાં આગેવાનો મા ચર્ચાઈ રહ્યું હતું જોકે ખેડૂતોને સંબોધતી વખતે હાર્દિક પટેલ એ પણ આ કહેવાતા નેતાની જાહેરમાં ઝાટકણી કાઢી હતી હવે જોવાનું એ રહ્યું કે શું કોંગ્રેસ પક્ષ દ્વારા આ કહેવાતા નેતા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરાશે ખરી?