રાહુલ ત્રિપાઠીને મળી તક, સંજુ સેમસનનું કમબેક
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સને વિજેતા બનાવવામાં હાર્દિક પંડ્યા નો રોલ ખૂબ જ મહત્વનો હતો અને તેમને સારું એવું સુકાનીપદ પણ મળ્યું હતું. ત્યારે આ સફળતાને ધ્યાને લઇ આગામી 26 અને 28 જૂનના રોજ ભારતીય ટીમ બે ટી20 મેચ રમવા આયર્લેન્ડ જઈ રહી છે ત્યારે ટીમનું સુકાની પદ બોર્ડ દ્વારા હાર્દિક પંડ્યા ને સોંપવામાં આવ્યું છે.
બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સારી ગેમ રમતા રાહુલ ત્રિપાઠી ને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે તો સાથોસાથ સંજુ સેમસનનું પણ કમબેક થશે. હાલ હાર્દિક પંડ્યા ને કઈ રીતે સુકાની પદ આપવામાં આવ્યું છે એનાથી એ વાત સ્પષ્ટ છે કે આવનારા સમયમાં તે ભારતનું પણ સુકાની તરીકે પ્રતિનિધિત્વ કરી શકે. હાર્દિક બે ટી20 મેચ રમ્યા બાદ સીધો જ ઇંગ્લેન્ડ ખાતે ભારતીય ટીમ સાથે જોડાશે કે જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ નું આયોજન કરવામાં આવ્યું છે.
આયર્લેન્ડ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ છે જેમાં સુકાની તરીકે હાર્દિક પંડ્યા, ઉપ સુકાની તરીકે ભુવનેશ્વર કુમાર, વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિક ત્યાર બાદ ઇસાન કિસન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકેટેશ ઐયર, દિપક હુડા, રાહુલ ત્રિપાઠી, યઝુવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બીસનોઈ, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકનો સમાવેશ થયો છે.