આજે ’ક્રિશ’ રોશનનો જન્મદિવસ : એક્સ વાઇફ સુઝેને ટ્વિટ કર્યું – યૂ આર માય બી.એફ.એફ.
હૃતિક રોશન એટલે કથિર માં થી કંચન બનેલો શખ્સ. બાળપણ માં હક્લાતો મતલબ કે બોલવામાં અચકાતો હતો. આટલું ઓછું હોય તેમ ૨૧ વર્ષની વયે ડોક્ટરએ સાફ સાફ કહી દીધું કે તને સ્કોરિઓસિસ નામ ની બીમારી છે. તેમાં તારે ડાંસ કે સ્ટંટ સીન કરવાની બિલ્કુલ મનાઈ છે. આથી તું એક્ટર બનવાનું માંડી વાળ. આ સાંભળીને હૃતિક રોશન પર જાણે વીજળી પડી. પરંતુ તેણે ત્રણ વર્ષ સુધી કડી મહેનત કરીને પોતાની જાતને હીરો મટિરિયલ માટે કાબિલ બનાવી.
આજે ૧૦ મી જાન્યુઆરી એ હૃતિક રોશન નો ૪૫ મો જન્મદિવસ છે. તેની ફિલ્મ સુપર થર્ટી રજુઆત માટે તૈયાર છે. આ સિવાય તે ક્રિશ – ૪ નું શુટિંગ જલ્દી શરૂ કરશે.હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝેનએ ટ્વિટર પર જન્મ દિવસ ની શુભકામનાઓ આપી હતી. સથોસાથ લખ્યું છે કે તું મારો બી એફ એફ એટલે કે બોય ફ્રેન્ડ ફોર એવર છે. હૃતિક રોશનના કરોડો ફેન છે. પણ તેમણે જાણી લેવું જોઈએ કે હૃતિક રોશન પાપા રાકેશ રોશન નો આસિસ્ટન્ટ હતો ત્યારે તેને કાર માં નહીં પણ ટ્રેન માં મુસાફરી કરવી પડી હતી. ત્યારબાદ ફિલ્મ ’કહો ના પ્યાર હે’ થી તે રાતો રાત સ્ટાર બની ગયો હતો. હૃતિક રોશને તેના બંને પુત્રો રીદાન અને રિહાન સાથે હમણાં જ કેનેડિયન રોકી માં વિંટર વેકેશન મનાવ્યું છે. તે હવે કંગના રાણાવત વાળા એપિસોડ ને ભૂલી ને આગળ વધી ગયો છે.