સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ગઇકાલે જાહેર થયેલા પરિણામો અંતર્ગત ફરી એક વાર ભાજપની વિજય પતાકા લહેરાવાનો શ્રેય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ કાર્યકર્તા ઓ અને સમર્થકોને આપ્યો હતો. અને તેઓનો હ્રદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.રાજકોટ શહેરના મતદારોએ ૧૯૭૫ થી ૨૦૨૧ સુધીમાં ૪પ વર્ષ સુધી ભાજપ ઉપર વિશ્ર્વાસ મુકેલ છે. જે ફરીથી પાંચ વર્ષ માટે વિશ્ર્વાસ મૂકીને દેશમાં રેકોર્ડ બ્રેક તરફ લઇ જવા માટે રાજકોટના તમામ મતદારોનો ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ આભાર વ્યકત કર્યો હતો. લાખાભાઇ સાગઠીયાએ જણાવ્યું છે કે ૨૦૧૫ની સાલમાં વિધાનસભા ૭૧માં વોર્ડ નંબર ૧૧, ૧ર અને ૧૮ ની બાર સીટમાંથી એક પણ સીટ મળી ન હતી. જે આ ચુંટણીમાં તમામ વોર્ડમાં જંગી બહુમતી મળી અને તેવી પ્રચંડ બહુમતિ આવવા બદલ તમામ ભાજપ કાર્યકર્તાઓ તથા સમર્થકોનો હદ્રયથી આભાર માનું છું અને લોકોએ જે વિશ્ર્વાસ મુકેલ છે. એટલી જ મોટી જવાબદારી પણ પક્ષની અને ચુંટાયેલા પ્રતિનિધિઓની રહેશે જે ઘ્યાને ઉપર લે અને જવાબદારી પૂર્વક લોકસેવામાં લાગી જાય તેમ નિવેદનના અંતે લાખાભાઇ સાગઠીયાએ જણાવ્યું છે.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો