બીએપીએસ સ્વામીનારાયણ મંદીર દ્વારા ડોકટરો માટે મેડિકો સ્પીરીચ્યુલ કોન્ફરન્સ યોજાઇ.
તાજેતરમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદીર ખાતે વિશ્વવંદનીય સંતવિભૂતિ પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવ અંતર્ગત રાજકોટના તમામ ડોકટરોની મેડીકો સ્પીરીચ્યુલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ સમાજના સર્જક એટલે ડોકટર, તેઓ પોતાના પ્રોફેશનલ પરફેકટ બનાવી શકે, સાથે સાથે પોતાના સ્વજનોના સંબંધોને વધુ સારી રીતે સાચવી શકે તે આ મેડીકો સ્પીરીચ્યુલ કોન્ફરન્સ નો મુખ્ય હેતુ હતો.
રાજકોટ કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદીર ખાતે પ્રમુખસ્વામી સભાગૃહમાં કોન્ફરન્સની શરુઆત પૂ. સંતો દ્વારા દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોન્ફરન્સનો હેતુ અને સ્વાગત ઉદબોધન રાજકોટ મંદીરના કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત અને ગાંધીનગર અક્ષરધામના મહંત પૂ. આનંદસ્વરુપ સ્વામીએ પરફેશખ ઇજ પ્રોફેશન વિષય પર ખુબ જ પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ડોકટરોએ દર્દીઓ સાથેના સંબંધને સુધારવાની જરુર છે. પરફેકશન નો કોઇ છેડો નથી એ વાકયાર્થ સાથે સમજાવ્યું કે તમે જે છો તેમાંથી ઉત્તમ બની રહો, ત્યારબાદ પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યમાંથી પ્રેરણા આપતો અદભુત વીડીયો રજુ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ પૂ. અપૂર્વમુનિ સ્વામી રિ-લેશન ઇન રીલેશન વિષય પર સંબંધોની સંભાળ પર ખુબ જ પ્રેરણાત્મક વકતવ્યનો લાભ આપ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે સંબંધો તોડવા પૂર્ણવિરામ મુકવું સરળ છે પરંતુ સંબંધોને ટકાવવા અલ્પવિરામ મુકવું ખુ બ જ અધરું છે. પોતાના સ્વજનો સાથેના સંબંધો સાચવવામાં વાણી, વર્તન અને વ્યવહાર કેવા હોવા જોઇએ તેના પર વિવિધ દ્રષ્ટાંતો તેમજ પ્રેરક વિડીયો શો દ્વારા માગદર્શન આપી ઉપસ્થિત સૌને સંબંધોને અષ્ટકોણથી દ્રષ્ટિકોણ બદલવાના પાઠ દ્રઢાવવામાં આવ્યા હતા.
કોન્ફરન્સના અંતિમ ચરણમાં કાર્યક્રમમાં ઉ૫સ્થિત મહેમાનોનું સંતો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું અંતમાં ઉ૫સ્થિત ૨૦૦૦ થી અધિક ડોકટર્સ પ્રસાદ લઇને એક આદશ તબીબ બનવાની પ્રેરણા લઇને વિદાય થયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com