ભાગદોડ ભરી જીવનશૈલી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, યુવાનો ક્રિકેટ રમતા, રાસ ગરબે રમતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે આવા જ એક કિસ્સામાં વાંકાનેરથી ઇકો કારમાં મોરબી આવી રહેલા યુવાનને ચાલુ કારે હદય હુમલો આવતા તેનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવવાની જાર પોલીસ અને હોસ્પિટલને સ્ટાફને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા નરપતભાઈ કેશુભાઈ ઉભડિયા ઉ.30 નામના યુવાન ગઈકાલે વાંકાનેરથી ઇકો કારમાં બેસી મોરબી આવી રહ્યા હતા ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક નરપતભાઈને અચાનક હાર્ટ એટેક આવી જતા ઇકો કારના ચાલક રાહુલભાઈ અઘારા તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા હતા જો કે, સારવાર પૂર્વે જ નરપતભાઈનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

પાટણમાં ચાલુ બસે આવ્યો હતો ડ્રાયવરને હાર્ટ એટેક

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકામાં રાધનપુર એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર રાધનપુરથી સોમનાથની બસ લઈ નીકળ્યા હતા ત્યારે ફરજ દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા તબિયત લથડી હતી.

સુરતમાં હાર્ટ એટેકથી યુવકનું મોત

સુરતમાં 27 વર્ષીય શનિ કાલે નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. યુવક ગઈકાલે મિત્રો સાથે હોટલમાં જમવા ગયો હતો. જમીને ઘરે પરત ફરતી વખતે યુવકને ચાલુ બાઈકે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી મિત્રોએ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.