કોરોના વાયરસનો કપરો સમય પસાર થઇ ગયો પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની ઉમરની વ્યક્તિઓ હૃદય રોગના હુમલાના કારણે જીવ ગુમાવી રહ્યા છે.

અભ્યાસ કરતી અમરેલીની 14 વર્ષની બાળાનું હૃદયબંધ થવાથી મોત: તબીબોએ યુવકનું હૃદય ધબકતું કર્યુ પરંતુ મગજને લોહી ન પહોંચતા ક્ષતિગ્રસ્ત બન્યો

સગીર અને યુવાન વયમાં જીવલેણ બની રહેલા હૃદય રોગના હુમલાના બનાવમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શું આ બાબત કોરોનાની સાઇડ ઇફેકટ છે કે પછી બદલાયેલી જીવન શૈલી કારણભૂત છે તે અંગે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. ત્યારે અમરેલીમાં એક સગીર વિદ્યાર્થીનીએ  હૃદય રોગના હુમલાથી જીવ ગુમાવ્યો છે. અને અમરેલીના ચાંપાથાળ ગામના યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. તબીબોએ સમયસરની સારવારથી બચાવી લીધો પરંતુ કેટલોક સમય લોહી મગજ સુધી ન પહોચતા ગંભીર ક્ષતિગ્રસ્ત બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.