દરેક વિભાગના જાહેર માહિતી અધિકારીને આર.ટી.આઇ. કલમની ઝીણવટભરી  વિગતોનો અભ્યાસ કરી સંબંધિત કેસો અંગે કાર્યવાહી કરવા સૂચના

જાહેર માહિતી કમિશનર સુભાષ સોનીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોમાં આવેલી આર.ટી.આઇ.ની અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી.

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં આર.ટી.આઇ. એક્ટ હેઠળ બીજી અપીલના 17 અરજદારોના 23 કેસોની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ, માર્ગ અને મકાન, આર.એમ.સી.,પોલીસ, સેલ ટેકસ સહિતના વિભાગીય જાહેર માહિતી અધિકારીઓ તથા અપીલ અધિકારીઓની  ઉપસ્થિતિમાં કેસોની સમીક્ષા કરવામાં આવી હતી.

માહિતી કમિશનરએ દરેક વિભાગના જાહેર માહિતી અધિકારીને આર.ટી.આઇ. કલમની ઝીણવટભરી અને તલસ્પર્શી  વિગતોનો અભ્યાસ કરી સંબંધિત કેસો અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અને સરકારી વિભાગમાં આવેલી કાોઇ પણ અરજીનો નિયત સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરી નિકાલ કરવા જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં 17 અરજદારો ઉપરાંત, વિવિધ વિભાગના અપીલ અધિકારીઓ, જાહેર માહિતી અધિકારીઓ, અધિક કલેકટર એસ.જે.ખાચર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.