૧૦ કલાકારોએ એક સાથે માઉથ ઓર્ગન વગાડયું
લુપ્ત થતા સંગીત વાદ્ય માઉથ ઓર્ગન માટે જાગૃતિનો પ્રયાસ: ૧૦૦થી વધુ સંગીત રસીયાઓએ મન ભરી માણ્યો આનંદ
રાજકોટમાં રવિવારે સંગીતના વાદ્યોમાં લુપ્ત થતા વાદ્ય ‘માઉથ-ઓર્ગન-વિષયક સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦થી વધુ સંગીત ચાહકો-જૂના ગીતોનાં ચાહકો સાથે માઉથ ઓર્ગન વગાડતા કલાકારો ઉમટી પડયા હતા. સેમીનારના અંતે સૌ કલાકારોએ સમુહમાં’ એ અપના દિલતો આવારા’ રજૂ કરીને શ્રોતાઓને ડોલાવ્યા હતા.
પ્રારંભ સ્વાગત રમેશભાઈ જાનીએ તથા સ્વબળ સેમિનાર આયોજક વિનોદ વ્યાસે કરેલ રાજકોટના એકમાત્ર મહિલા માઉથ ઓર્ગન પ્લેયરે પણ સુંદર ગીતો રજૂ કર્યા હતા.
માઉથ ઓર્ગન વિશે બરોડાના કલાકાર બાબુભાઈ મિસ્ત્રીએ માઉથ ઓર્ગન વિશે તથા તેની સરગમ-આરોહ-અવરોહની વિવિધ વાતો કરી હતી. જયારે બરોડાના જાણીતા ઈન્ટરનેશનલ આર્ટીસ્ટ અપૂર્વ ભટ્ટે વિવિધ વિગતો સાથે સાવ નાના કિચેઈન જેવા માઉથ ઓર્ગન ઉપર ગીત વગાડીને સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.
કાર્યક્રમમાં જાણીતા કિબોર્ડ પ્લેયર તેજસ વ્યાસ, ઈન્ડિયન નેવીના રીટા. મ્યુઝિશ્યન કૌશલ વ્યાસ, પરેશ માણેક, ગૌતમ ઠાકર, રમેશજાની, નરેન્દ્રસિંહ ગોહિલ, જયકુમાર શર્મા, બાબુભાઈ મિસ્ત્રી, અપૂર્વ ભટ્ટે પોતાની કલા રજૂ કરેલ હતી.
રાજકોટમાં ‘માઉથ ઓર્ગન-વાદ્યની જાગૃતિ લાવવા તથા આવનારી પેઢી આ વિષયક જ્ઞાન મેળવે તેવા પ્રયાસ રૂપે કલબની રચના થશે ને દર રવિવારે રેષ કોર્ષમાં સાંજે ગીતો કલાકારો રજૂ કરશે.
માઉથ ઓર્ગન એક મેડીકલ રીતે પણ શ્ર્વાસો શ્ર્વાસની ક્રિયા સાથે સંકળાયેલા હોયને હૃદય માટે બહુજ સારૂ રહે છે. આરોહ-અવરોહની સાથે શ્ર્વસનક્રિયા સાથે આ વાદ્યને જોડી શકાય છે.
શોલે ફિલ્મની ટયુન આજે પણ સૌને યાદ છે
૧૯૪૮માં સંગીતકાર સી. રામચંદ્રએ શહનાઈ ફિલ્મ માઉથ ઓર્ગનનો ઉપયોગ કર્યો. ૧૯૫૬માં એક હી રાસ્તા ફિલ્મમાં ર્સાંવરે સલોને ગીતમાં, ૧૯૫૭માં સોલવા સાલ ફિલ્મને ૧૯૫૮માં સી.આઈ.ડી. ફિલ્મમાં ઓ.પી.નૈયરે લેકે પહેલા પહેલા પ્યાર ગીતમાં ઉપયોગ કર્યા બાદ ૧૯૬૪માં દોસ્તી ફિલ્મમાં ‘રાહી મનવા દુ:ખકી ચિંતા કયુ સતાતી હૈ’ માં અને તેજ વર્ષમાં કાશ્મીર કી કલી ફિલ્મમાં ‘કિસી ન કિસે…ગીતમાં માઉથ ઓર્ગનનો સુંદર ઉપયોગ કર્યો હતો. છેલ્લે ફિલ્મ શોલેમાં ૧૯૭૫માં માઉથ ઓર્ગનની ટયુન અમિતાભ વગાડતા દશાવેલ જે આજે પણ લોકોને યાદ છે.