કહેવાય છે કે, કુદરતે આપેલ દરેક વસ્તુઓ અમુલ્ય છે પરંતુ લોકો તેનું ક્યાંકને ક્યાંક મુલ્ય આંકવામાં પોતાનો સમય બરબાદ કરે છે. સો જ તેની જે ગુણવત્તા છે તે પણ ઘટાડી રહ્યાં છે. કુદરતી વસ્તુનું મુલ્ય તેને તેના મુળરૂપમાં આરોગવાથી જ મળે છે. જ્યારે આપણે તેના સ્વરૂપ સહિત તેના કુદરતીરૂપ સાથે ભેળસેળ કરી આરોગીએ છીએ. જેી તેને મળનાર લાભી લોકો વંચિત રહે છે. આવી જ વાત આજે આપણે કરવાના છીએ. વાત છે એક ‘અનાર’ સો સુનાર…!
સમજી શકો છો હું શું વાત કરવા માંગુ છું, દાડમની મહત્વતા ખરેખર આપણે જાણવી જ પડશે. પહેલાના સમયમાં કહેવાતું કે, કોઈ સોનાની વસ્તુઓ આપે તો પણ તેની સામે દાડમનું મુલ્ય કાંઈ નથી.
દાડમ એ અમુલ્ય વસ્તુ છે. તેમાં રહેલ પ્રોટીન કે જે માનવ શરીર માટે બહુ જ ઉપયોગી છે. આમ તો કુદરત દ્વારા આપણને ઉત્તમ ફળો ભેટ રૂપે મળ્યા છે. તેમાંથી જ એક ગુણકારી ફળ એટલે ‘દાડમ’. દરેક રાજ્યમાં સહેલાઈથી ઉગતા દાડમનું ગુણ વિશેષ છે. દાડમના ફળ ઉપરાંત તેના ઝાડના તમામ ભાગ ગુણોથી ભરપુર છે. તેની કાચી કળી તા ફળની છાલમાં સૌથી વધારે ઔષધી ગુણ હોય છે.
સ્વાદ પ્રમાણે દાડમ મીઠા, ખટમીઠા અને ખાટા એમ ત્રણ પ્રકારના હોય છે. મીઠા દાડમ પચવામાં હળવા, ત્રિદોષ નાષક, કબજીયાત કરનાર, મધુર અને તુરા બળવર્ધક, ભુખ લગાડનાર તેમજ હૃદયરોગ, દાહ, તાવ, ક્રુમી, ઉલ્ટી થતા કંઠ રોગ મટાડનાર છે. ખાટા દાડમ પિત્ત કરનાર, વાત-કફ નાશક અને રક્તપિત કારક છે.
ખટમીઠા દાડમ ભુખ વર્ધક, પચવામાં હળવા, વાત-પિત નાશક તથા લુ, ત્રુસા અને ઝાડા મટાડનારા છે. ફળની છાલ મળાવરોધક, ઉધરસ, ક્રુમી યુક્ત ઝાડા મટાડનાર છે.
દાડમમાં કાર્બો હાઈડ્રેટ ૧૪.૫ ટકા, પ્રોટીન ૧.૬ ટકા, ચરબી ૦.૧ ટકા, ખનીજ પર્દાથો ૦.૭ ટકા તેમજ વિટામીન સી-વિટામીન બી-૧, વિટામીન બી-૨ વગેરે પર્દાો રહેલા છે. જ્યારે એક તારણ મુજબ હૃદયને લગતા તમામ રોગો માટે દાડમ ઉપયોગી છે. સાથે જ હાઈપર ટેન્શન માટે દાડમનું જ્યુશ બહુ જ ઉપયોગી છે. તો દાડમના ઉપયોગ વિશે કહીએ એટલું ઓછુ છે. હાલ એટલું જ કહેવાશે કે, દાડમના વૃક્ષથી લઈને તેના ફળ સુધી તમામ પ્રકારના શરીરના રોગો મટાડવા તે ઉપયોગમાં લઈ શકાય.