સેમસંગ, એલજી, રીઅલમી અને વિવો સહિતની કંપનીઓ દ્વારા પ૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત
તહેવારોની સીઝન નજીક આવતાં જ વિવિધ ચીજ વસ્તુઓ પર ધમાકેદાર ફેસ્ટિવલ ઓફર શરુ થઇ ગઇ છે. લોકડાઉનના કારણે ‘વ્હાઇટ ગુડસ’ નો ઢગલો થતાં તહેવારોમાં ડિસ્કાઉન્ટની લ્હાણી થવાની છે. તેમાં પણ ખાસ કરીને ઇલેકટ્રોનીકસ ઉપકરણો પર ધરખમ ડિસ્કાઉન્ટ મળવાના છે.
સેમસંગ, એલજી, લિયોની, પેનાસોનિક, ટીસીએલ, રીઅલમી, થોમસન, વિવો, બીપીએલ અને કોડાક કંપનીઓએ સ્માર્ટ ફોન સહિત તમામ ઇલેકટ્રોનીકસ આઇટમો પર ૧૦ થી પ૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટ આવવાની જાહેરાત કરી છે. જો કે, ટીવી ઉપર માત્ર ૧૦ થી ર૦ ટકાનું જ ડીસ્કાઉન્ટ મળી શકશે. આ અંગે ટેલીવિઝન ઉત્પાદકોએ જણાવ્યું છે કે, પ્રિમિયમ રેન્જના આયાતી ટેલીવીઝન પર પ્રતિબંધ લાદતા હાલ ટીવીઓનો સ્ટોક મર્યાદિત છે આથી ટીવી ઉપર ૧૦ થી ર૦ ટકા સુધીનું જ ફેસ્ટીવલ ડિસ્કાઉટ આપવાનું નકકી કરાયું છે.
જો કે, ટીવીના ખરીદકર્તાઓને અનય બીજી સુવિધાઓ વધુ અપાશે જેમાં ઇએમઆઇ સ્કીમ, ડાઉન પેમેન્ટ, કેશ બેક ઓફર, વોરંટીના સમયગાળામાં વધારો જેવી સ્કીમનો સમાવેશ છે. પેનાસોનિકના સીઇઓ મનીષ શર્માએ આ અંગે જણાવ્યું છે કે, પ્રિમિયમ પ્રોડકટસ પર વધુ ડિસ્કાઉન્ટ અપાશે. તેમાં પણ ખાસ સ્માર્ટફોન અને એર ક્ધડીકનર્સનો સમાવેશ છે.
ઇ-કોમર્સ માર્કેટની વાત કરીએ તો ઓનલાઇન ફેસ્ટીવલ સીઝન અંતર્ગત કલીપકાર્ડ, એમેઝોન દ્વારા ભારે ડીસ્કાઉન્ટ અપાઇ રહ્યા છે જે સમગ્ર ર૦ર૦નાગાળાના સૌથી મોટા ડિસ્કાઉન્ટ છે, મઘ્યમથી પ્રિમિયમ રેન્જના મોબાઇલ ફોન પર ધરખમ છુટ મળી રહી છે. સેમસંગના ફોનની કિંમતમાં ૩પ ટકા સુધી તો એલજીના ફોનમાં ૬૦ ટકા સુધીનો ધટાડો થયો છે. આ સાથે એપલ આઇફોન અને આઇપેડ પર પણ ડીસ્કાઉન્ટ મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે થયેલા લોકડાઉનના કારણે લાંબા સમય સુધી માર્કેટ સજજડ બંધ રહ્યું હતું. જેના પરિણામે વ્હાઇટ ગુડસના પ્રમાણ વધતા કિંમત ઘટાડો થયો છે.