દરેક યુવતી નિસ્તેજ ત્વચાથી છુટકારો મેળવવા માગે છે.જેને કારણે તેઓ બ્યુટી પાર્લર અને કોસ્મેટિક પ્રોડક્ટસ પાછળ હજારોના ખર્ચા કરે છે.પણ તમને જણાવી દઈએ કે સ્કીન લાઇટનિંગ માટે તમે અળશીના બીનો પણ ઉપયોગ કરી શકો છો.અળશીના બીજ દરેક પ્રકારની ત્વચા માટે ફાયદાકારક છે.
અળશીના બીમાં ઓમેગા 3 ફેટી ઍસિડ , વિટામિન સી , વિટામિન બી , જેવા પોષક તત્વો મળી આવે છે જે ત્વચાના નિખાર માટે અને ડેડ સ્કીન સેલ્સને હટાવવા માટે ઉપયોગી બને છે.અળશીનો ઉપયોગ તમે વિવિધ પ્રકારના મિક્ષ્ચર સાથે કરી શકો છો.અળશીને તમે બેસન, મધ, કોફી સ્ક્રબ , ઈંડા આદિ વસ્તુઓની સાથે કરી શકો છો .
અળશીના બીના ઉપયોગથી ત્વચામાં નિખાર મેળવવા માટે તેમાં એક ચમચી મધ , લીંબુ , અળશીના બી મિક્સ કરી પેસ્ટ બનાવો અને આ મિક્ષરાણને 15 મિનિટ સુધી ચેહરા પર લગાવી રાખોત્યારબાદ ચેહરાને પાણીથી સાફ કરી લો.અળશીના બીજની મદદથી સ્ક્રબ પણ બનાવી શકો છો.અળશીના બી અને કોફીની મદદથી બનાવેલ સ્ક્રબ ડેડ સ્કીન સેલ્સનો નાશ કરે છે.આ સ્ક્રબ બનાવવા માટે 2 ચમચી અળશીના બીનું તેલ , 2 ચમચી કોફી પાઉડર , 2 ચમચી ખાંડ , અને 1 ચમચી મધ ઉમેરી મિક્સ કરો આ પેસ્ટને ચેહરા તેમજ ગરદન પર 5 મિનિટ સુધી મસાજ કરી લગાવો ત્યારબાદ 20 મિનિટ સુધી એમજ રેવા દો અને ત્યારબાદ ઠંડા પાણીથી સાફ કરી લો .
અળશીના બી અને ઇંડાની પેસ્ટ બનાવવા માટે 1 ચમચી અળશીના બી અને એક ઇંડાને મિક્સ કરી ફિળી લો , હવે આ પેસ્ટનો ઉપયોગ ખુબજ સરળ છે .બસ હવે આ પેસ્ટને એપ્લાય કરી 15 મિનિટ સુધી રેહવા દો.હવે સાફ કર્યા બાદ મોઈશ્ચરાઈઝર લગાવી લો.આમ કરવાથી ત્વચા નીખરી જશે.ઉપર દર્શાવેલ તમામ નુસખા દરેક ટાઇપની સ્કીન માટે ઉપયોગી બને છે .