ગુજરાતીઓને તેલ મસાલા અને લસણ આદુના વઘારવાળી વાનગીઓ જ વધુ પસંદ આવતી હોય છે. લસણના સ્વાદ વિના જાણે આપણી ડિશો અધૂરી હોય તેવું લાગે છે જો કે રીતે સેવન કરવાથી લસણના અનેક ફાયદાઓ પણ છે. પરંતુ શું તમને એ ખબર છે કે લસણ તમારા આરોગ્ય માટે ઝેરી પણ સાબિત થઇ શકે છે.

સુપર માર્કેટમાં મળતા સ્વચ્છ અને ચમકતા ફ્રુટને જોઇને આણે રેકડીમાં મળતા દેશી શાકભાજી ખરીદતા નથી. મોલમાં મળતી આ ચકચકીત પ્રોડક્ટના લેબલ આપણે મિસ ગાઇડ કરે છે તેવું જ કંઇક છે ચાઇનીઝ લસણ બાબતે આર્કષક અને દેખાવડા ચાઇનીઝ લસણે ધૂમ મચાવી છે. વિશ્ર્વમાં ઉત્પન્ન થતા કુલ લસણના ૮૦ ટકા એકલુ ચીન ઉત્પન્ન કરે છે ચીનમાં બે પ્રકારનાં લસણની ખેતી થાય છે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક, જો કે બંને લસણમાં પેસ્ટિસાઇટ અને દેખાવે સુંદર બનાવવા માટે બ્લીચનો ઉપયોગ થાય છે, લસણ પર કુદરતી રીતે જ કાળા ડાઘા પડવા લાગે છે. જેના કારણે લોકો તેને છોડીને દેખાવડા કેમિકલ યુક્ત ચાઇનીઝ લસણ ખરીદતા હોય છે. પરંતુ આ લસણ ખૂબ જ નુકશાનકારક છે જે કેન્સર જેવા રોગોનું રસાયણ શરીરમાં બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.