શિયાળામાં શાકભાજી ખાવાની મજા આવે એવું ઘણા લોકોને સાંભળ્યા હશે. શાકભાજી ખાવાની મજા તો છે જ, સાથે તેમાંથી મળતા મિનરલ્સ અને વિટામિન્સ પણ ભરપૂર હોય છે. તમે શિયાળુ શાકભાજી યોગ્ય રીતે ખાવ તો આખું ર્વષ તંદુરસ્ત રહી શકો છો.

શિયાળામાં મળતાં વટાણા, વાલ, તુવેર, પાપડી, વાલોર વગેરેમાં પ્રોટીન અને મિનરલ્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેમાંથી  આયર્ન, કેલ્શિયમ,મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ ઉપરાંત વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી ૬ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે. જોકે આ દાણાવાળા શાકભાજી શકય હોય તો લંચમા જ લેવા, રાત્રે ખાવાી તે ભારે પડી શકે અને ગેસની સમસ્યા ઉદભવી શકે છે.

maxresdefault 1 2

રીંગણની સાચી સિઝન એટલે શિયાળો. માર્કેટમાં ઘણી જાતના રીંગણ મળે છે. રીંગણ લો કેલરી ફૂડ ગણાય છે. તેમાં ડાયટરી ફાઇબર અને સોલ્યુબલ ફાઇબર હોય છે. તે પ્રોટીન, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આર્યન, વિટામિન સી અને વિટામિન બી૬નો પણ રિચ સોર્સ છે. તે બેડ કોલેસ્ટ્રરોલને કંટ્રોલમાં રાખે છે. કેન્સર અને મગજના રોગો સામે પણ લડે છે.

ફલાવર અને કોબીજ પણ પોષક તત્ત્વોી ભરપૂર છે. તેમાંથી વિટામિન સી, વિટામિન બી૬, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, સોડિયમ અને પોટેશિયમ મળે છે. તે ઇન્ફેકશન સામે લડે છે અને ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ બનાવે છે. ગાજર, બીટ, મૂળા અને શક્કરિયા જેવા કંદમૂળ પણ આ સિઝનમાં ખૂબ મળે છે. આ બધાં કંદમૂળમાં વિટામિન એ અને કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેમાંથી વિટામિન સી મળે છે અને તે વિટામિન બી કોમ્પલેકસનો રિચ સોર્સ માનવામાં આવે છે. તેમાંથી કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ મળે છે.

શિયાળામાં મળતાં આંબળાંની ન્યુટ્રિશનલ વેલ્યુ ઘણી વધારે છે. તે એન્ટિબેક્ટેરિયલ છે. આંબળાં ખાવાથી  સ્કન, વાળ અને આઇ સાઈટ સુધરે છે. તે કફની સમસ્યા ઘટાડે છે. ખોરાકનાં તમામ પોષક તત્ત્વો શરીરમાં શોષાય તેનું તે ધ્યાન રાખે છે. ડાયાબિટીસમાં તે ખૂબ ઉપયોગી થાય છે. હૃદયના મસલ્સને મજબૂત બનાવે છે અને કોલેસ્ટ્રરોલ ઘટાડે છે. કબજિયાતમાં પણ રાહત આપે છે.

અમદાવાદના જાણીતા ડાયટિશિયન કલ્પના શુકલા કહે છે, વેજિટેબલ્સ બારેમાસ ખાવા જ જોઈએ. દરેક સિઝનના અલગ શાકભાજી હોય છે. હવે કેટલાંક શાક બારેમાસ મળતાં હોય, પરંતુ તેનો અસલી ટેસ્ટ તો જે તે સિઝનમાં જ આવે છે. સિઝન દરમિયાન તેની ન્યુટ્રિશનલ વેલ્યુ પણ વધી જાય છે. શિયાળામાંશાકભાજી ખાઈને બાર મહિનાની એનર્જી ભેગી કરી લેવી જોઈએ. વિન્ટરમાં હેલ્ધી જ્યૂસ અંગે તેઓ કહે છે, પાલક ઓરેન્જ જ્યૂસ માટે પાલકના ચારી પાંચ પાન ધોઈને જ્યૂસરમાં પીસી નાખો. અડધો ગ્લાસ ભરાય એટલે તેમાં આદુનો રસ નાખો. ત્યાર બાદ ગ્લાસ ફુલ થાય ત્યાં સુધી ઓરેન્જનો રસ નાખો. હેર ફોલ તાં હોય તેવી વ્યક્તઓ માટે આ જ્યૂસ બેસ્ટ છે તથા હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધારે છે.

winter seasonal vegetables1
farm fresh vegetables on table

ગાજર, ટામેટાં, કોળું અને બીટને થોડા પ્રમાણમાં બાફી નાખ્યા બાદ તેમાં હેન્ડી મિક્સર ફેરવીને જ્યૂસ બનાવી તેમાં સ્વાદનુસાર મીઠું અને મરી નાખો. આમ હેલ્ધી રેડ જ્યૂસ તૈયાર થઈ જશે. ગ્રીન જ્યૂસ માટે દૂધી, કોબી, પાલખ, તુલસીનાં પાન, કોમીરને બાફીને તેનો જ્યૂસ બનાવો. તેમાં લીંબુ, મીઠું અને આદુનો એક ટુકડો નાખો.

આમ રોજ અલગ-અલગ પ્રકારના જ્યૂસ બનાવીને પીવા જોઈએ. આ ઉપરાંત લીલું લસણ અને કોમીર શિયાળામાં ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.