વિવિધ શ્રેણીઓમાં વિજેતા બાળકોને ૬૦થી વધુ એવોર્ડસ અને પ્રોત્સાહિત ઈનામો અપાશે: આયોજકો અબતકની મુલાકાતે
જેસીઆઈ રાજકોટ સિલ્વર દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી હેલ્ધી બેબી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે આ સ્પર્ધા જેસીઆઈ રાજકોટ સિલ્વરની મહિલા પાંખ દ્વારા પરીવાર અને ફોનવાલાના સહયોગથી તા.૧૯ ઓગસ્ટના રોજ આયોજીત થઈ રહી છે. જે અંગે વિસ્તૃત વિગત આપવા આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્પર્ધા અંતર્ગત બાળકોને ૧ થી ૩ અને ૩ થી ૫ એમ બે વયજુથ માટે બોયઝ અને ગર્લ્સ એમ બે વિભાગમાં હેલ્ધી બેબી, કયુટ બેબી, બ્યુટીફુલ આઈઝ બેબી, વેલ ગૃમ્ડ બેબી અને હેલ્ધી હેર બેબી એમ ૫ શ્રેણીઓ હેઠળ તપાસવામાં આવશે અને બધી શ્રેણીઓ મળીને કુલ ૬૦થી વધુ એવોર્ડસ તેમજ અન્ય ઈનામો આપવામાં આવશે. ઉપરાંત દરેક સ્પર્ધકને‚ રૂ.૨૫૦નું રિલાયન્સ મોલમાં ક્રેઝી વર્લ્ડ (ગેમ્સ ઝોન)ના વાઉચર, સર્ટીફીકેટ, આકર્ષક રિટર્ન ગિફટ તથા ટવીન્સ અને ટ્રીપલેટસને પણ વિશિષ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
સ્પર્ધકોનું ચેકઅપ નિષ્ણાંત ડોકટર્સ અને બ્યુટીશીયન્સ દ્વારા જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ૧૯ ઓગસ્ટના રોજ સવારે ૯ થી સાંજે ૬ સુધી સ્પર્ધકને અગાઉથી અપાયેલ એપોઈન્ટમેન્ટ મુજબ થશે અને ઈનામ વિતરણ ૨૦ ઓગસ્ટના રોજ બપોરે ૨:૩૦ થી ૭:૦૦ હેમુ ગઢવી હોલ ખાતે થશે.
આ ઉપરાંત આ બંને કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય પણ હાજરી આપવાના છે. સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ તેમજ અન્ય વિગતો માટે રુબીકોન ઈલેકટ્રોનીકસ, ડો.યાજ્ઞિક રોડ, હોટલ ઈમ્પિરિઅલ પેલેસની સામે સવારે ૧૧ થી ૧ અથવા સાંજે ૫ થી ૮ દરમ્યાન સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત સ્પર્ધાના ફોર્મ રાજકોટની અન્ય ૧૦ જેટલી સ્થળો પર ઉપલબ્ધ છે જેની વિગત ફેસબુક પેઈજ www.facebook.com/jcirajkotsilver પરથી મળી શકશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ જેસી રાકેશ વલેરા, મહિલા પાંખ ચેરપરસન જેસી હીના નર્સિયન, પ્રોજેકટ ક્ધસલ્ટન્ટ જેસી કેતન પાવાગઢી અને પ્રોજેકટ ચેરમેન જેસી અતુલ અહ્યાના માર્ગદર્શન હેઠળ પાયલ જોશી, મેઘા ચાવડા, ન‚દીન સાદીકોટ, રેના વલેરા, જયશ્રી કમાનીયા, મરિયમ સાદિકોટ, સાધનાબેન ‚પાની, જિગના પાવાગધી, પ્રગના જોબનપુત્રા, મનીષા છાનીયારા, હરિકૃષ્ણ ચાવડા, પ્રશાંત સોલંકી, નુ‚દીન સાદીકોટ, પ્રીતિ દુદકીયાએ જહેમત ઉઠાવી રહેલ છે.