જસદણના ધર્મેશભાઇએ લોકજાગૃતી માટે જંગલેશ્ર્વરમાં અવિરત ફરજ બજાવી
કોવીડ -૧૯ના કારણે યેલા પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વ વ્યતિ છે. તેમ છતાં હિંમત હાર્યા વગર, દેશસેવાની ફરજ ચુક્યા વગર કોરોનાના સંક્રમણને ખાળવા છેલ્લા બે મહિનાથી દિવસ-રાત એક કરીને આરોગ્યકર્મીઓ પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે.
જંગલેશ્વરમાં કોરોનાને નાવા મલ્ટી પર્પઝ હેલ્ વર્કર્સ પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની તન-મન-ધનથી મલ્ટી પર્પઝ કામગીરી કરી છે.
જંગલેશ્વરમાંથી કોરોના અન્ય વિસ્તારમાં ન ફેલાય તે માટે મલ્ટી પર્પઝ હેલ્ વર્કર્સોએ પોતાના મુળ કાર્યક્ષેત્રને બદલે જંગલેશ્વરમાં પોતાની ફરજ બજાવી છે. અને હાલ બજાવી પણ રહ્યા છે. આવા જ એક આરોગ્ય કર્મી છે જસદણ તાલુકાના કાનપર પી.એચ.સી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ઘર્મેશભાઈ બાવળીયા. જેમણે જંગલેશ્વરમાં લોકજાગૃતિની મલ્ટી પર્પઝ કામગીરી કરી છે.
હોટ સ્પોટ એરિયા જંગલેશ્વરમાં પોતાની કામગીરીના અનુભવોની જાણખતા ધર્મેશભાઈએ વધુમાં કહ્યું હતું કે,” કોરોનાની કામગીરીના શરૂઆતના દિવસોમાં તો N-૯૫ માસ્કની સુવિધા પણ ઉપલબ્ધ નહોતી. તેમ છતાં ફરજને પ્રાધાન્ય આપવું અમારું પહેલું કર્તવ્ય છે. કોરોનાને મ્હાત આપવા અમે લોકોને રોગપ્રતિકાર શક્તિ વધારવાની માહિતી આપતા. લીંબુ સરબત, ગરમ પાણીનું સેવન કરવાની સલાહ આપતા. કોરોનાના સંક્રમણી કેમ બચી શકાય તેની જાગૃતિ આપતા. મલ્ટી પર્પઝ હેલ્ વર્કર્સ ભાઈઓ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમનું પાલન કરવું, માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવો જેવી બાબતોથી લોકોને અવગત કરવાની કામગીરી નિભાવી છે.