ગ્રેડ પે ને લગતા પ્રશ્ર્નો ઉકેલવાની માંગ સાથે કર્મચારી મહાસંઘના આદેશનું પાલન કરવા અનુરોધ
ઘણા વખતથી ગ્રેડ પે નો પ્રાણપ્રશ્ર્ન સરકારમાં જુદા જુદા કારણોસર અટવાતો આવ્યો છે. આ માટે પડે કર્મચારી મહાસંઘની સાથે રહીને વખતોવખત આંદોલનોમાં પણ સક્રિયતાથી ભાગ લીધેલ હોવા છતાં નિષ્ફળતા મળેલ છે.
ગુજરાત રાજય આરોગ્ય મહાસંઘની તા. 4-8 નીગાંધીનગર ખાતે મળેલ મીટીંગ માં ગ્રેડ પે ને લગતા તમામ પાસા તેમજ અત્યાર સુધીની થયેલ બધી કાર્યવાહી મહાસંઘના હોદેદારઓએ જણાવેલ છે. મહાસંઘના હોદેદારો પૂરી મહેનત અને તાકાત થી આ બાબતે આગળ વધી રહ્યા છે.
મહાસંઘના તા. 8-8 થી અચોકકસ મુદતની હડતાલમાં જોડાઇ જવાના આદેશ મુજબ આંદોલન કાર્યક્રમમાં જોડાઇ જવા માટે રાજકોટ આરોગ્ય કર્મચારી મંડળ તરફથી આ સાથે આદેશ આપવામાં આવે છે. તેમજ તમામ પીએચસી કક્ષાના કર્મચારીઓએ પોતાના પીએચસી એમઓ તાલુકા કક્ષાના કર્મચારીઓએ ટીએચઓ અને જિલ્લા મથકે ફરજ બજાવતા કર્મચારીઓએ સીડીએચઓને મહાસંઘ દ્વારા અપાયેલ નિયત નમુના ફોર્મેટમાં અચોકકસ મુદત હડતાલમાં જોડાવા અંગે આથી જણાવામાં આવે છે આદેશનું પાલન તમામ કર્મચારીઓએ ચુસ્તપણે કરવા રાજકોટ જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળે અનુરોધ કરેલ છે.