રાજ્યમાં 6,24,092 હેલ્થ વર્કર, 13,44,533 ફ્રન્ટ લાઇન વર્કર અને 14,24,680 સિનિયર સિટીઝન સહિત 33 લાખ લોકોને કોરોનાનો ત્રીજો ડોઝ આપવામાં આવશે
અબતક-રાજકોટ
વૈશ્ર્વિક મહામારી કોરોના છેલ્લા બે વર્ષથી વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી રહી છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો આરંભ થઇ ચુક્યો છે. કોરોનાને મ્હાત કરવા માટેનું એકમાત્ર અમોઘ શસ્ત્ર વેક્સિનેશન જ છે. દેશમાં ગત 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. દરમિયાન આજથી દેશભરમાં હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઇન વર્કરો અને કોમોર્બિટી ધરાવતા 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનોને પ્રિકોશન ડોઝ આપવાનો આરંભ કરવામાં આવશે. ગુજરાતમાં 33 લાખ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ લેનાર લાભાર્થીને 9 માસ થઇ ગયા હશે. તેઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે દેશભરમાં 10મી જાન્યુઆરીથી હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વર્કરો અને કોમોર્બિડ સિનિયર સિટીઝનોને પ્રિકોશન ડોજ આપવામાં આવશે. ગુજરાતમાં આજથી પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં 6,24,092 હેલ્થ વર્કરો, 13,44,533 ફ્રન્ટલાઇન વર્કરો અને અંદાજીત 14,24,600 એવા સિનિયર સિટીઝનો જે અલગ-અલગ બિમારીથી પિડાય છે. તેના સહિત કુલ 33 લાખથી વધુ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકો ને કોરોના વેક્સિન ના પ્રિકોશન ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-29 ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્ય ભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17હજાર થી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ આપવાના છે. મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમ્યાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત લાભાર્થીઓ કે જેઓએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હોય અને તેને 9 મહિના (39 અઠવાડીયા) પૂર્ણ થયા હોય તેવા લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. આ અંગેની માહિતી કોવિડ પોર્ટલ પરથી ઉપલબ્ધ કોવિડ રસિકરણના સર્ટિફિકેટના સર્ટિફિકેટમાં પણ કરવામાં આવશે. એલીજીયલ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ માટે એસએમએસથી પણ કરવામાં આવશે. રાજકોટમાં આજે સવારે 11 કલાકે નાનામવા ચોક સ્થિત આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ પ્રિકોશન ડોઝનો આરંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્રમાં આશરે બીજો ડોઝ લીધાના 9 મહિના પૂર્ણ થયા હોય તેવા લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ અપાશે