ઘણા લોકો શરીરમાં દુબળા હોય છે માત્ર હાંડકા જ દેખાતા હોય છે ત્યારે આ ટિપ્સ તેમનાં માટે ચોક્કસ લાભદાયી થશે.

બટેટા : બટેટામાં કાર્બોહાઇડ્રેટની સારી એવી માત્રા હોય છે બટેટા ખાવાથી શરીર વધે છે તેને ખાવાની યોગ્ય રીત બાફીને તેને દુધ સાથે લેવાની છે. જેનાથી જલ્દી ફાયદો થાય છે.

દાડમ : વિટામિનનો સ્ત્રોત કહી શકાય જેમાં શરીરમાં લોહી બનાવવાના ગુણો સમાયેલા છે. સ્વાસ્થ્ય સલાહકારોની નજરે આ એક યોગ્ય ફળ છે.

બદામ : પાંચ બદામ રાત્રે પાણીમાં પલાળીને રાખવી સવારે તેની છાલ ઉતારી પીસી દેવુ ત્યાર બાદ ૩૦ ગ્રામ માખણ તેમજ મિગ્રી લગાડી રોટલી સાથે ખાવુ. જો તમારે વજન વધારવું હોય તો રોજ રોટલી સાથે દૂધ ખાવું.

ધી : ખૂબ જ ફાયદેમંદ તેમજ આવશ્યક ઉપચાર ‘ઘી’ છે. વજન વધારવાં માટે રોટલી તેમજ દાળમાં ઘી નાખી ખાવા માટે લેવું.

પનીર : સ્વાદ સાથે – સાથે પ્રોટીન ધરાવતુ પનીર ખૂબ જ લાભદાયી છે.માટે જો તમારે વજન વધારવુ હોય તો નિયમિત પનીર ખાવાનું શરુ કરી દો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.