કચેરીઓની સફાઈની સાથે સાથે સરકારી વહીવટ અને કામગીરીમાં પણ સ્વચ્છતા સાથે વધુ સારું વાતાવરણ ઊભું થાય તેવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના પ્રયાસો
સ્વચ્છતામાં જ પ્રભુતા… સ્વચ્છતા અભિયાનના શહેરીના બીજા તબક્કાનું ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આરંભ કરવામાં આવ્યો છે ત્યારે જાહેર સફાઈની સાથે સાથે સરકારી વહીવટ અને કામગીરીમાં પણ સ્વચ્છતા સાથે વધુ સારું વાતાવરણ ઊભું થાય તેવા પ્રયાસોને અગ્રીમતા આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા કે તેમની પાસે આરોગ્યની સાથે સાથે રસાયણ અને ખાતર ઉદ્યોગનો પણ હવાલો છે. તેમણે પોતાના તમામ વિભાગો અને કચેરીઓને 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખાસ સ્વચ્છતા અભિયાનની તાકીદ કરી છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા કરવામાં આવેલ નિર્દેશ મુજબ 29 સપ્ટેમ્બરના રોજ આપેલી માર્ગદર્શિકામાં તેમણે કચેરીના ભવન સંકુલમાંથી તમામ કચરો અને જુનારાજ રસીલાનો ભંગાર દૂર કરી આખી કચેરીનું સંકુલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આવરી લઈને ચોખ્ખું કરવાના આદેશો આપ્યા છે. બીજી ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીની ખાસ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોતાના મંત્રાલય અને વિભાગ સાથે સંલગ્ન તમામ કચેરીઓ અને વિવિધ કાર્યોને સંપૂર્ણ સફાઈમાં લાગી જવા આદેશ આપ્યો છે. તેમણે સાથે સાથે છાપરે ચડી ગયેલી જૂની પડતર ફાઈલો પ્રશ્નો અને જુના રેકોર્ડને પણ દુરસ્ત કરી તમામ પડતર કામોનો નિકાલ કરવાના નિર્દેશ આપ્યા છે.
દરરોજની કામગીરીના સાથે સાથે તસવીરો સાથે રોજ-બરોજની કામગીરીનો રિપોર્ટ આપવાના આદેશો પણ કર્યા તેમણે કર્યા છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સ્વચ્છ ભારત મિશન અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ માત્ર સ્વચ્છતા નહીં પરંતુ સ્વચ્છતાથી સ્વાસ્થ્ય સુધી ભાર મૂકી પોતાના વિભાગના અધિકારી-કર્મચારીઓને મહત્વના સૂચનો આપ્યા છે.