જિલ્લામાં કોરોનામહામારીએ માથું ઉચક્યું છે ત્યારે આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે.હળવદના લોકોની સુખાકારી માટે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા કુલ 45 પૈકી 32 પેટા આરોગ્ય કેન્દ્ર એકયા બીજા કારણે બંધ જેવી હાલતમાં હોવાનું સામે આવ્યું છે અને આવા કપરા કાળમાં લોકોમાં કોરોના જ આવે ને એવું લોકો કટાક્ષભેર જણાવી રહ્યા છે.
હળવદના ગ્રામ્ય તેમજ શહેરના વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તેવા હેતુ સાથે તાલુકાના જુદા જુદા 45 ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા પરંતુ આ 45 માંથી 36 પેટા આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા મંજૂર કરવામાં આવી હતી જો કે હાલ માત્ર ભરાઈ છે 13 જગ્યા એટલે કે 32 માં હજી કોઈ ઠેકાણા નથી સાથે જ 9 પેટા આરોગ્ય કેન્દ્ર તો એવા છે કે જેની હજુ સુધી જગ્યા ભરવાની મંજુરી પણ મળી નથી ત્યારે સવાલ એ થાય છે કે કોરોનાની મહામારી વચ્ચે પણ આરોગ્ય વિભાગ દ્વારા આવી ઘોર બેદરકારી રાખી શું સાબિત કરવા માંગે છે.?
13 કેન્દ્રોમાં જ હેલ્થ ઓફિસર
આ 13 પેટા આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા ભરવામાં આવી છે. જેમાં અજીતગઢ, માનગઢ, કીડી, જોગડ, રણમલપુર, કોયબા, ઢવાણા, સુખપર, ભલગામડા, દીઘડીયા, ઘનશ્યામપુર, સુરવદર, નવા દેવળીયાનો સમાવેશ થાય છે.
32 પેટા આરોગ્ય કેન્દ્ર ધણી વગરના.!!
ટીકર,રણમલપુર,સાપકડા,મયુરનગર,માથક અને જુનાદેવળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તો જગ્યા ભરેલી છે પરંતુ પેટા આરોગ્ય કેન્દ્રમાં બાકી છે. જેમાં ટીકર, મિયાણી, ઈંગોરાળા, હળવદ-1, હળવદ-2, હળવદ-3, હળવદ-4, માલણિયાદ, ઈસનપુર, મંગળપુર, કવાડીયા, વેગડવા, સાપકડા, ગોલાસણ, સુંદરગઢ, રાણેકપર, મયુરનગર, રાયસંગપર, સુસવાવ, ધનાળા, કેદારીયા, માથક, રાતાભેર, ચુપણી, સુંદરીભવાની, રણછોડગઢ, શિવપુર, સમલી, જુના દેવળીયા, કડીયાણા, ચરાડવા-1,ચરાડવા-2નો સમાવેશ થાય છે.