બે જિલ્લાના ૫૦ હજારથી વધુ દર્દીઓને મળ્યો લાભ
બંને જિલ્લાને કુપોષણથી મુકત કરવા પ્રોજેકટ તૃષ્ટિનો પ્રારંભ
વાડીનારની નયારા એનર્જી રિફાઈનરી આસપાસમાં આવેલા ગામોમાં તબીબી સેવાઓ પુરી પાડવા સતત કાર્યરત છે. જામનગર, દ્વારકા જિલ્લાના ૫૦ હજારથી વધુ લોકોને આરોગ્ય સેવા પુરી પાડી છે. નવા યુગની આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપનીનયારા એનર્જી, વાડીનાર રિફાઈનરીની આસપાસ વસવાટ કરતા સમુદાયોનો સતત વિકાસ કરવા માટે કટિબધ્ધ છે. વિસ્તરણના આયોજન માટે દ્રઢ નિર્ધાર ધરાવતી અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પદાર્પણ કરવા માંગતી નયારા એનર્જી એક જવાબદાર પડોશી તરીકે આ વિસ્તારમાં સમાવેશથી વિકાસને વેગ આપવા માંગે છે. કંપની આસપાસના સમુદાયોને બહેતર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં મોખરે રહી છે.
નયારા એનર્જીનો કોમ્યુનિટી હેલ્થ પ્રોજેકટ, કંપનીની હાલમાં ચાલી રહેલી અને સૌથી જૂની કોર્પોરેટ સામાજીક જવાબદારી પ્રવૃત્તિ હેઠળ પેથોલોજીકલ સુવિધાઓ અને તાકીદની સ્થિતિમાં પ્રતિભાવ આપી શકાય તેવી માળખાગત સુવિધાઓનું નિર્માણ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૫૦,૦૦૦થી વધુ લોકોને સેવાઓ પૂરી પાડે છે. આ કામગીરી શરૂ કરાઈ ત્યારી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, બાળ સારવાર અને થી રોગ સેવાઓ, ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસીસ, તબીબી આરોગ્ય શિબિરોના આયોજન ઉપરાંત પાંડુરોગ (એનીમીયા) અને મેલેરીયાની સમસ્યા હલ કરવા માટેના પગલાં લેવામાં આવ્યાં છે.
આ ઉપરાંત આસપાસમાં વસતા સમુદાયમાં આરોગ્ય અંગે જાગૃતિ પેદા કરવા નયારા એનર્જીએ આ વિસ્તારમાં બિમારીલક્ષી વિશ્લેષણને આધારે જાહેર આરોગ્ય માટેનો કાર્યક્રમ હાથ ધરીને વ્યાપકપણે ફેલાતા રોગોની નાબૂદી માટે કામ કરવામાં આવી રહ્યું છે. જાહેર આરોગ્ય માટેના પ્રયાસો હેઠળ નયારા એનર્જી ગુજરાત સરકાર સાથે મળીને હાલમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ટીબીની સંપૂર્ણ નાબૂદી માટે કામ કરી રહી છે. આ યોજનાના ભાગ તરીકે કંપની ટીબીના દર્દીઓને સંપૂર્ણ સાજા કરી શકાય તેવો મજબૂત કાર્યક્રમ ધરાવે છે. અત્યાર સુધીમાં ૪૭૫ દર્દી આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે.
વધુમાં, નયારા એનર્જીએ ગુજરાત સરકારના સહયોગમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાને કુપોષણથી મુક્ત કરવા પ્રોજેકટ તુષ્ટીનો પ્રારંભ કર્યો છે. આ ઉપરાંત કોવિડ-૧૯ સામેની ભારતની લડતને ટેકો આપવા માટે કોમ્યુનીટી કિચનનો પ્રારંભ કરવા ઉપરાંત હજારો સ્થાનિક પરિવારોને રાશનના કીટ પૂરા પાડયા છે. કંપનીએ અત્યંત બિમાર દર્દીઓના જીવ બચાવી શકાય તે માટે ખંભાળીયા હોસ્પિટલને વેન્ટીલેટર્સ પણ પૂરાં પાડયાં છે. ટૂંક સમયમાં નયારા એનર્જી ચાર ગામમાં હેલ્થ કિઓસ્ક સપી રહી છે, કે જેથી દૂરના સ્થળો એ તબીબી સેવા પૂરી પાડી શકાય. એક મોબાઈલ હેલ્થ એપ્પ પણ તૈયાર કરવામાં આવી છે જેની મારફતે અમારા કાર્યક્રમનો અમલ કરતા પાર્ટનર્સની સહાય માટે આ વિસ્તારના ૧૫૦૦ આરોગ્ય કર્મીને તાજાં જન્મેલાં અને નાનાં બાળકો, માતાઓ તથા કિશોર વયના લોકો માટે આરોગ્યલક્ષી તાલિમ આપવામાં આવશે.
કંપનીના આરોગ્યલક્ષી પ્રયાસો અંગે વાત કરતાં જામનગરના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. દીપ્તિ ફલિયા જણાવે છે કે નયારા એનર્જી તેના વિવિધ કાર્યક્રમો મારફતે સ્થાનિક વસતિના ઉત્કર્ષ માટે કામ કરીને તેમને ઘર આંગણે આરોગ્યલક્ષી સર્વિસીસ સમયસર અને પોસાય તેવી સારવાર પણ પૂરી પાડી રહી છે. આ કારણે તમામ વય જૂોમાં તંદુરસ્તીને વેગ મળશે. અમે કંપનીના કેન્દ્રિત પ્રયાસોને અભિનંદન પાઠવીએ છીએ કારણ કેમહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને અપાતી આરોગ્યલક્ષી સેવાઓ બદલ તેમણે પરિવારના સભ્યો પર નિર્ભર રહેવું પડશે નહીં. દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શ્રીરાજ સુથારીયા જણાવે છે કે વિતેલા વર્ષોમાં નયારા એનર્જીના પ્રયાસોથી દેવભૂમિ દ્વારકા જીલ્લાની આસપાસના સમુદાયોને તા આજુબાજુના ઘણાં ગામોને નોંધપાત્ર લાભ થયો છે. અમે દેવભૂમિ દ્વારકા ક્ષેત્રમાં તેમના સતત પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ, કારણ કે તેનાથી આસપાસના સમુદાયોનું એકંદર આરોગ્ય બહેતર બની રહ્યું છે.