રાજકોટમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના આરોગ્ય સચિવ જયંતી રવીને પાંચ દિવસ માટે ખાસ રાજકોટ મોકલ્યા છે. આ ઉપરાંત ૧૫ નિષ્ણાંત તબોબોની પણ રાજકોટ માટે ખાસ ફરજ નિયુક્ત કરાયા છે. ગઈકાલથી રાજકોટ આવી પહોંચેલા આરોગ્ય સચિવ જયંતી રવિએ આજે સવારે સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. હોસ્પિટલમાં કેટલીક ખામીઓ દેખાતા સ્ટાફને તતડાવી નાખ્યો હતો. આ ઉપરાંત તેઓએ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલને સાથે રાખી શહેરના વોર્ડ નં.૧,૭,૯,૧૦ અને ૧૪માં આવેલા કોર્પોરેશનના અલગ અલગ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી આરોગ્યલક્ષી કામગીરીની ચકાસણી કરી હતી. ધનવંતરી રથની કામગીરીનું પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું. શહેરમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. આજે બપોર સુધીમાં ૪૨ નવા કેસ નોંધાયા હતા.
Trending
- પાસા અટકાયતમાંથી મુકત થયેલા 82 શખ્સોનો ઇતિહાસ ચેક કરાયો
- વાંકાનેર: તાંત્રિક બની 12 લોકોની હ-ત્યા કેસના આરોપીને ધમાલપર લાવી બનાવનું રી કન્સ્ટ્રકશન કરાયું
- રતન ટાટાનો આજે જન્મદિવસ: જાણીએ દિગ્ગજ બિઝનેસમેનના 3 અવિસ્મરણીય ઇનોવેશન્સ વિશે
- શું તમારા ચહેરાની ચમક ડાર્ક સર્કલના લીધે ઘટી ગઈ છે, તો અપનાવો આ સરળ ઘરેલુ નુસખા
- ગુજરાતી ફિલ્મ “વિક્ટર 303” આગામી 3 જાન્યુઆરીએ થશે રીલીઝ
- જાણવા જેવું / સર્જરી દરમિયાન ડોક્ટરો લીલા કપડા જ કેમ પહેરે!!!
- પિતાના આંસુએ નીતિશ કુમાર રેડ્ડીને MCG ખાતે યાદગાર ટેસ્ટમાં સદી ફટકારવા આપી પ્રેરણા
- જાન્યુઆરીથી રેશન કાર્ડ સંબંધિત નવા નિયમો થશે લાગુ , કરોડો લોકોને થશે અસર