મોરબીમાં સુરક્ષા માટે ખડે પગે રહેતા પોલીસ કર્મચારી ઓ , તેમજ હોસ્પિટલમાં વર્ગ-૪માં ફરજ બજાવતા સર્વન્ટ, ચોકીદાર , સિનિયર સિટિઝન સહિત આજે કુલ ૯૯ લોકોના હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તેમજ એક સસ્પેકટ સહિત કુલ ૧૦૦ સેમ્પલ લઈ જામનગર મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ગ્રીન ઝોનમાં સમાવેશ થયા બાદ જીલ્લા ના વાંકાનેરમાં એક પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. જેથી સરકારની ગાઈડલાઈન મુંજબ સ્કેનીંગ ની સુચના મળતા મોરબી સિવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. દુધરેજીયા ની સુચનાથી ફલુ ઓપીડી ખાતે રુટીન સ્કીનીંગની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં પોલીસ કર્મચારી, સિવીલ હોસ્પિટલ કર્મચારી, સિનિયર સિટીઝન સહિત કુલ ૯૯ લોકોના સ્કેનીંગ કરી સેમ્પલ લેવાયા હતા. તેમજ ૧ સસ્પેકટ સહિત કુલ ૧૦૦ સેમ્પલ લઈ જામનગર મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સ્કેનીંગમાં ડો.કે.આર.સરડવા (આરએમઓ) ડો. અતુલ દેવમુરારી, ડો. ચિરાગ શાક્ય, ડો. હિતેષભાઈ ભદ્રા, ડો. એ. ડી. ટાંક, સહિત ની ટીમે સંયુક્ત માં કામગીરી કરી હતી.