ફોગીંગ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ
ભારતના બાર જયોર્તિલિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે ચોમાસાની ઋતુમાં આવતા યાત્રીકો પ્રવાસીઓ મચ્છર જન્ય ચોમાસાના જંતુજન્ય રોગનો ભોગ ન બને અને સુપર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટના તમામ ગેસ્ટ હાઉસો, આસપાસનાં ગાર્ડન, પ્રસાદઘર પાસે સતત ફોગીંગ મશીનથી યાત્રીકોનાં આરોગ્યને સુરક્ષા કવચ આપવામાં આવ્યું જે.
સમયાંતરે થતું જ રહેશે તેમ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યુંં વિશેષમાં જણાવ્યું કે તમામ ટ્રસ્ટના અતિથીગૃહોમાં પેસ્ટ ક્ધટ્રોલ નિયમિત કરાય છે. અને ટ્રસ્ટ માત્ર સ્વચ્છતા જ નહી ઉપરાંત ફાઈવ સ્ટાર હોટલમાં જે રીતે મચ્છર કે રોગજન્ય જંતુ સામે કાળજી લેવાય છે તે કાળજી યાત્રીકોને પરવડે તેવા ભાડામાં આપી તીર્થ મંદિર રાજયનું ગૌરવપ્રદ કાર્ય કાર્યરત છે.