ગઇકાલે મિટિંગનો ધમધમાટ દૌર ચાલ્યો: વોર્ડમાં તમામ વડાઓને કામગીરી અંગે આપી સૂચના: અધિક નિયામક તબીબી શિક્ષણ ડો.આર.દીક્ષિત અને પીએમજેવાય મદદનીશ નિયામક ડો.જૈનએ વોર્ડની મુલાકાત લીધી
રાજકોટમાં એક તરફ એઈમ્સ દર્દીઓની સુવિધા માટે આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલની સ્થિતિ કથડથી દેખાઈ રહી છે તેને લઈને ગઈકાલે ગાંધીનગરથી અધિક નિયામક તબીબી શિક્ષણ ડો. આર. દીક્ષિત અને પીએમજેવાય મદદનીશ નિયામક ડો. જૈન રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. જેથી સવારથી ના તે સિવિલ હોસ્પિટલ ખાતે મીટીંગ નો દોર જામ્યો હતો અને બીજી તરફ બંને અધિકારીઓએ જુદા જુદા વોર્ડની મુલાકાત લઈને તબીબી અધિક્ષક અને દરેક વિભાગને એચઓડીને કડક સૂચનાઓ આપી હતી.
ગઈકાલે ગાંધીનગરથી આવેલા બંને તબીબી અધિકારીઓએ સિવિલ તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી સહિતના સ્ટાફ સાથે મિટિંગનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ મિટિંગમાં સિવિલ હોસ્પિટલની કામગીરીનો રિવ્યૂ લેવામા આવ્યો હતો. જેમાં મળેલી માહિતી મુજબ અનેક ત્રુટીઓ સામે આવતા ગાંધીનગરના તબીબી અધિકારીઓએ સુપ્રિટ્ેડેન્ટને કડક શબ્દોમાં સૂચના આપી હતી.
આ સાથે બીજી તરફ સૌરાષ્ટ્રભરમાં પીએમજેવાય અંતર્ગત રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉચક્રમે રહી છે. પરંતુ તેમ છતાં નિર્ધારિત ટાર્ગેટ સુધી પહોંચી ન શકતા પીએમજેવાય મદદનીશ નિયામક ડો.જૈન દ્વારા કારણો રાજુ કરવા મટે પણ તબીબી અધિક્ષકને સૂચના આપી હતી.
ઉચ્ચ અધિકારીઓ દ્વારા કામ કરવા અંગે કડક સૂચના આપવામાં આવી છે: તબીબી અધિક્ષક
પીડિયુ સિવિલ હોસ્પિટલ ખાતે ગઇ કાલે ગાંધીનગરથી અધિક નિયામક તબીબી શિક્ષણ ડો.આર દીક્ષિત અને પીએમજેવાય મદદનીશ નિયામક ડો.જૈન મુલાકાતે આવ્યા હતા. જે બાબતે સિવિલ સુપરિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, ’ ગાંધીનગરથી આવેલા બંને અધિકારીઓએ સિવિલ હોસ્પિટલની કામગીરી અંગે રિવ્યૂ લીધો હતો. જેમાં તમામ વિભાગના વડા પણ ઉપસ્થિત હતા. જે કંઈ કામગીરી થઈ તેનો અને જે કામગીરી અટકી છે તે વહેલી તકે પૂરું કરવા માટે કડક શબ્દોમાં સૂચના આપી હતી.’ ત્યાર બાદ વધુમાં જણાવતા તેમને કહ્યું હતું કે કેથલેબ જેવી અનેક સુવિધાઓ વહેલી તકે ચાલુ થાય અને દર્દીઓને કોઈ આપદા ન રહે તે માટે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ સાથે તબીબી અધિકારીઓ દ્વારા ઇમરજન્સી વોર્ડની મુલાકાત લઈ દર્દીઓ અને તેમના સંબંધીઓ સાથે વાતચીત કરી હતી અને ત્યાર બાદ નવી બિલ્ડીંગ પીએમએસવાય અને રસોડાની પણ મુલાકાત લીધી હતી.