દેશમાં વધતા જતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખીને સરકારે આગામી ત્રણ વર્ષમાં ૪૯ નવા કેન્સર સેન્ટર સેટઅપ તૈયાર કરવાનું નક્કી કર્યું છે. આપણા દેશમાં પહેલેથી જ ૩૧ કેન્સર સેન્ટર છે અને તે ૨૦૧૪-૧૫થી અપગ્રેડ કરાયેલા છે. આરોગ્ય મંત્રાલયે વિગતે પ્રોજેકટ તૈયાર કર્યો છે. સોમવારે પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસની હાઈલેવલ મીટીંગમાં આ અંગે ચર્ચા થશે. આરોગ્ય મંત્રાલયે આ સ્કીમ અમલી બનાવવા માટે આગામી ત્રણ વર્ષ માટે રૂ. ૩૪૯૫ કરોડનું ફંડ ફાળવ્યું છે. કેન્દ્ર સરકારની કેન્સર, ડાયાબિટિસ તથા હૃદયરોગોની તકેદારી માટે ચાલતી સ્કીમ અંતર્ગત આ કેન્સર સેન્ટર તબક્કાવાર તૈયાર કરવામાં આવશે.દેશમાં કેન્સરના કેસ ચિંતાજનક હદે વધી રહ્યા છે. તેની સામે જિલ્લા સ્તરે પૂરતી સગવડોનો અભાવ છે. અમારો આશય આખા દેશમાં કેન્સરની સારવાર ઉપલબ્ધ કરાવાનો છે જેથી દર્દીઓએ દિલ્હી કે મુંબઈ ન આવવું પડે. આને કારણે તેમનો આવવા-જવામાં તથા મોટા શહેરોમાં રહેવાનો ખર્ચો ઘટી જશે.’ આખા વિશ્વમાં વર્ષે ૮૮ લાખ લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અભ્યાસ મુજબ દર છ વ્યકિતમાંથી એક વ્યકિત કેન્સરને કારણે મૃત્યુ પામે છે. તેમાં પણ મધ્યમ આવક અથવા તો ઓછી આવક ધરાવતા દેશોમાંથી ૬૬ ટકા મૃત્યુદર જોવા મળે છે. તેનું મુખ્ય કારણ પ્રારંભિક તબક્કે કેન્સરનું નિદાન કરવામાં મળતી નિષ્ફળતા છે. મોડા નિદાનને કારણે દર વર્ષે ૭ લાખ લોકો મૃત્યુ પામે છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના અંદાજા મુજબ ૨૦૨૦ સુધીમાં ભારત દેશમાં કેન્સરના ૧૭.૩ લાખ નવા કેસ આવશે અને લગભગ ૮૮ લાખ લોકો કેન્સરને કારણે મૃત્યુ પામશે. આ સ્કીમ અંતર્ગત બનનારા કેન્સર સેન્ટરમાં જિલ્લા સ્તરની હોસ્પિલો, રિજનલ કેન્સર સેન્ટર તથા સરકારી મેડિકલ કોલેજોમાં કેન્સરની ટ્રીટમેન્ટ માટે આધુનિક ટેકનોલોજી વાળા સાધનો આપવામાં આવશે. દાખલા તરીકે, દેશમાં ૧૨૦૦ મશીનની જરૂરિયાત સામે માત્ર ૬૦૦ રેડિયોથેરાપી મશીન્સ જ છે. ૨૦૨૦ સુધીમાં દેશમાં ૧૭૫ નવા રેડિયોથેરાપી મશીન આવી જશે. આ સાથે જ ઓન્કોલોજી, ઓન્કો સર્જરી, કિમોથેરાપી વગેરે માટે વધુ સારી સુવિધા આપવામાં આવશે. આ સાથે કેન્સરની ટ્રીટમેન્ટ, રિહેબિલિટેશન વગેરે માટે પણ સારી સુવિધઆઓ આપવામાં આવશે. આ સંસ્થાઓ કેન્સરને સંલગ્ન પ્રવૃતિઓ જેવી કે રિસર્ચ અને ડેવલપમેન્ટ પણ હાથ ધરશે. ૪૯ નવા કેન્સર સેન્ટર બે કેટેગરી અંતર્ગત શરૂ કરવામાં આવશેઃ સ્ટેટ કેન્સર ઈન્સ્ટિટ્યુટ અને ટેરટિયારી કેર કેન્સર સેન્ટર. આ સેન્ટર્સ સંસ્થાની કેન્સરનું નિદાન કરવાની અને ટ્રીટમેન્ટ કરવાની ક્ષમતા વધારશે. રાજયની કેન્સર સંસ્થાઓ કેન્સરના નિદાન અને સારવાર ક્ષેત્રે રોલમોડેલ અને લીડર તો હશે જ પણ તે અને તે સરકારી સંસ્થાઓ અને રિજનલ સેન્ટર્સ માટે નોડલ તથા એપેકસ ઈન્સ્ટિટ્યુટનું પણ કામ કરશે.