ટીવી અને અખબારોની જેમ

તમાકુ જાહેરાતોમાં તમાકુથી થતા નુકશાન સામે ચેતવણી ફરજિયાત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ થયેલ માર્ગદર્શિકા હેઠળ “ઓવર ધ ટોપ” (ઓટીટી) સ્ટ્રીમિંગ સામગ્રીમાં દર્શાવવામાં આવેલ તમાકુની છબી પર તમાકુ વિરોધી ચેતવણીઓ રજુ કરનાર ભારત વિશ્ર્વમાં પ્રથમ રાષ્ટ્ર બની ગયેલ છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ 31 મે, 2023 ના રોજ માર્ગદર્શિકા જાહેર કરેલ છે.

mavani

રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઓટીટી પ્લેટફોર્મમાં તમાકુ ઉત્પાદનના દ્રશ્યો પર આરોગ્ય ચેતવણીઓ રજુ કરવાના સરકારના નિર્ણયની સરાહના કરવામાં આવી છે. પગલાનો કેતુ તમાકુની હાનિકારક અસરો વિશે જાગૃત્તિ લાવવાનો અને દર્શકોને અજાણતાં તમાકુના ઉપયોગના પ્રોત્સાહનથી બચાવવાનો છે. શ્રીમતિ રમાબેન માવાણીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાને પત્ર પાઠવી દેશના નાગરીકોની આરોગ્ય, સુખાકારી અને સુરક્ષાની દિશામાં લેવાયેલા પ્રગતિશીલ પગલાની પ્રશંસા કરી અભિનંદન પાઠવેલ છે.

31મી મે થી ત્રણ (3) મહિના અમલમાં આવનારી આ માર્ગદર્શિકામાં તમાકુના ઉત્પાદનો દર્શાવતી ઓનલાઈન સામગ્રીના પ્રકાશકોને અથવા કાર્યક્રમો પહેલા અને પછી ઓડીયો વિઝયુઅલ્સ પ્રસારણ દરમ્યાન આરોગ્ય ચેતવણીઓ પ્રદર્શિત કરવી આદેશાત્મક અને ફરજીયાત છે. ઓટીટી સેવાઓ એન્ટી-ટોબેકો નિયમો સુધી વિસ્તૃત આ નોટિફીકેશન ભારતે 2012માં ટેલીવિઝન અને સીનેમા સ્ક્રીન ઉપર રજુ કર્યું હતું.

તમાકુ – વિરોધી આરોગ્ય ચેતવણી સંદેશાઓ સુવાચ્ય અને વાંચી શકાય તેવા હોવા જોઈએ. સફેદ પુષ્ઠભુમિની સામે કાળા અક્ષરો સાથે અને તેમાં ટોબેકો કેન્સર અથવા ટોબેકો કીલ્સની ચેતવણીઓ શામેલ હોવી અતી આવશ્યક છે.

ક્ધઝયુમર વોઈસના ચીફ એકઝીકયુટીવ ઓફીસર અસીમ સાન્યાલે જણાવ્યું હતુ કે “તે નિ:શંકપણે તમાકુની હાનિકારક અસરો વિશે લોકોમાં જાગૃત્તિ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે અને આપણા યુવાનોમાં તમાકુના વ્યસનના વધતા જતા જોખમનો સામનો કરવામાં મદદ કરશે. તે તમાકુનો વપરાશ ઘટાડવા અને તંદુરસ્ત જીવનશૈલી માટે અનુકુળ વાતાવરણ બનાવવા માટે ફળદાયી બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.