- ભાવનગર, જુનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત કરશે
- સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં આરોગ્ય વિષયક કામગીરીની સમીક્ષા કરશે
- હોસ્પિટલની મુલાકાત લઇને વિવિધ રજૂઆતો, હાલની કામગીરી અને ભવિષ્યના આયોજન સંદર્ભે રિવ્યુ બેઠક કરશે
અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર રાજકોટ અને ભાવનગરમાં નિર્માણાધીન કૅમ્પસ અને સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલની મુલાકાત લઇ સમગ્ર પ્રોજેક્ટનું રિવ્યું પણ કરશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટલે આવતી કાલે તા. 27 ડિસેમ્બર થી તા. 29 ડિસેમ્બર એટલે કે 3 દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે જવાના છે. આ ત્રિદિવસીય પ્રવાસમાં મંત્રી ભાવનગર, જુનાગઢ , રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત કરશે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બુધવારે રાજકોટ આવીને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરીને બીજા દિવસથી રોજ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી અને રોજ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાની હોસ્પિટલની મુલાકાત લઈ રિવ્યૂ કરશે તેમજ રાત્રે ફરી રાજકોટ આવીને પણ સમીક્ષા કરશે. તારીખ 27 થી 29 ડિસેમ્બર સૌરાષ્ટ્ર પ્રવાસે જવાના છે.
મળતી માહિતી મુજબ, પ્રવાસ જોઇએ તો મંત્રી ઋષિકેશ પટેલ તા. 27 મી ના રોજ ભાવનગર ખાતે વડાપ્રધાનના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ, ભાવનગર સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે.
અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર ભાવનગર હોસ્પિટલમાં ચાલી રહેલ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના નિર્માણ કાર્યના વિવિધ પ્રોજેક્ટની સમગ્રતયા સમીક્ષા કરશે. તેમજ તા.28 ડિસેમ્બરના રોજ જુનાગઢ અને રાજકોટ હોસ્પિટલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ , સ્થાનિક સમસ્યાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, વિવિધ નાગરિકો તરફથી મળતી રજૂઆત અને ફરિયાદ સંબંધિત બેઠક કરીને વિગતવાર આ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરશે.
આ દરમિયાન મંત્રી હોસ્પિટલની મુલાકાત લઇને ત્યાની પરિસ્થિતિ, મુખ્ય જરૂરિયાતો , આગામી ડેવલપમેન્ટ પ્લાનની પણ માહિતી મેળવશે. આ ઉપરાંત તા. 29 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ જામનગર ખાતે આયોજીત ઉમિયા માતાજી મંદિર સિદસરના શતાબ્દી મહોત્વસ-2024 માં પણ ઉપસ્થિત રહેશે.