- પહેલું સુખ તે જાતે નર્યા
- “સ્વસ્થ શરૂઆત – આશાસ્પદ ભવિષ્ય” સૂત્ર સાથે દેશભરમાં વિશ્ર્વ આરોગ્ય દિવસની ઉજવણી
- સ્વચ્છ જીવનશૈલી અપનાવવી એ માત્ર શરીર માટે જ નહીં, પરંતુ મન અને પર્યાવરણ માટે પણ જરૂરી
વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ વિશ્વભરના લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે, વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી દર વર્ષે આરોગ્યના વિષયને સાંકળીને થીમ આપવામાં આવે છે. થીમના વિષયવસ્તુ પ્રત્યે ધ્યાન દોરવા જનજાગૃતિના કાર્યક્રમો યોજી વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ર0રપના ’વિશ્વ આરોગ્ય દિવસ’નું સુત્ર છે હેલ્થી બિગનીન્સ હોપફુલ ફ્યુચર એટલે કે “સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય”.વર્તમાનમાં પર્યાવરણીય પ્રદૂષણમાં વધારો થયો છે. માનવજીવનની ગુણવત્તા પર અસર કરતા આબોહવા પરિવર્તનને ગંભીર ગણવામાં આવે છે. હીટવેવ, પાણીની અછત, અત્યંત ભારે વરસાદ, ચક્રવાત, પૂર અને આપત્તિઓ, વેક્ટર-બોન રોગો, પાણીજન્ય રોગો, એરબોરીનું વધતુ જોખમ, ઝૂનોટિક રોગ ફાટી નીકળવો, પોષણની અછત, બિનચેપી અને ચેપી રોગો સ્વાસ્થ્યને અસર કરે છે. આથી, ’વિશ્વ આરોગ્ય દિવસ’ એ, લોકોને સ્વાસ્થ્ય સમસ્યા વિશે જાગૃત કરવા અને આરોગ્યના મહત્વને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ છે. શાળા અને કોલેજોમાં આહાર સુરક્ષા સંબંધિત શૈક્ષણિક કાર્યક્રમ અને વાર્તાલાપ, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજાશે. સારવાર મેળવેલી વ્યક્તિઓની ટેસ્ટીમોનિયલ, સ્થાનિક કલાકાર દ્વારા પ્રદર્શન, ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ અને તેના માટે લેવાયેલા પગલાઓ વિશે જાણકારી આપવામાં આવશે.
દાંતની સ્વચ્છતા માત્ર સુંદર સ્મિત માટે જ નહીં, પરંતુ સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી: ડો.પ્રિતેશ નંદીયાપરા
અબતક સાથેની વાતચીતમાં ડો. પ્રિતેશ નદીયાપરાાએ જણાવ્યું હતું કે આજે વિશ્વા આરોગ્ય દિવસ છે ત્યારે ખાસ તો યુવા વર્ગ વ્યસન તરફ વળ્યું છે જે શરીર અને માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ નકારાત્મક અસર કરી શકે છે. તે વિવિધ પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે, દાંતની સ્વચ્છતા માત્ર સુંદર સ્મિત માટે જ નહીં, પરંતુ સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જરૂરી છે. દાંતની યોગ્ય રીતે કાળજી ન લેવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત દાંતની સ્વચ્છતા માત્ર સુંદર સ્મિત માટે જ નહીં, પરંતુ સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જરૂરી છે. દાંતની યોગ્ય રીતે કાળજી ન લેવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.દાંતની સ્વચ્છતા જાળવીને તમે માત્ર તમારા દાંતને જ નહીં, પરંતુ તમારા સમગ્ર શરીરને સ્વસ્થ રાખે છે.
તાપમાનનો પારો ઉંચકાતા બાળકોનું સ્વાસ્થ્ય જોખમાયું: ડો. પાર્થ માલિક
અબતક સાથેની વાતચીતમાં ડો.પાર્થ માલિકે જણાવ્યું હતું કે, તાપમાનનો પારો ઉચકાતા બાળકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. બાળકોને વારંવાર પાણી પીવડાવો. તમે તેમને લીંબુનું શરબત, નારિયેળ પાણી અથવા અન્ય ઠંડા પીણાં પણ આપી શકો છો. બાળકોને હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરાવો, બાળકોને બપોરના સમયે ઘરની બહાર રમવા ન દો,આ ઉપરાંત પાણીજન્ય તેમજ ખોરાકજન્ય રોગ થવાની સંભાવના વધી જાય છે તેમજ બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ બાળકોને હળવો ખોરાક આપો, જેમ કે ફળો અને શાકભાજી જો બાળકને તાવ આવે, ઉલટી થાય અથવા અન્ય કોઈ લક્ષણો દેખાય, તો તરત જ ડોક્ટરની સલાહ લો.
સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ પણ એક પ્રકારનું વ્યસન: ડો.નિરંજન પંડ્યા
અબતક સાથેની વાતચીતમાં પલ્સ હોસ્પિટલના ડો.નિરંજન પંડ્યા એ જણાવ્યું હતું કે આજના સમયમાં, યુવાધન વિવિધ પ્રકારના વ્યસનોના રવાડે ચડ્યું છે, જે એક ગંભીર સમસ્યા છે. આ વ્યસનો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ નકારાત્મક અસર કરે છે, અને તે યુવા પેઢીના ભવિષ્યને પણ જોખમમાં મૂકે છે.ગેમિંગ અને સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ પણ એક પ્રકારનું વ્યસન છે. તે માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે અને સામાજિક સંબંધોને નુકસાન પહોંચાડે છે. નશીલા પદાર્થો અને ડ્રગ્સની સરળ ઉપલબ્ધતા પણ એક મોટું કારણ છે.સરકારે નશીલા પદાર્થો અને ડ્રગ્સની ઉપલબ્ધતાને નિયંત્રિત કરવા માટે કડક કાયદા બનાવવા જોઈએ.
સ્વાસ્થ્યવર્ધક જીવનશૈલી માટે દરરોજ 7-8 કલાકની ઊંઘ જરૂરી: ડો.વેકરીયા
અબતક સાથેની વાતચીતમાં ડો. વેકરીયા એ જણાવ્યું હતું કે, તણાવ એ આજકાલની જીવનશૈલીનો એક સામાન્ય ભાગ બની ગયો છે. તેના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે કામનું દબાણ, સંબંધોમાં સમસ્યાઓ, આર્થિક ચિંતાઓ, અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ. તણાવ શારીરિક અને માનસિક બંને રીતે નુકસાનકારક છે આ ઉપરાંત ખાણીપીણીમાં પણ ધ્યાન રાખવું જોઈએ નહીંતર પાંઇલ્સ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે,પાઈલ્સ, જેને હેમોરહોઇડ્સ પણ કહેવાય છે, તે ગુદામાર્ગ અને ગુદામાં સોજો અને સોજોવાળી નસો છે. તે એક સામાન્ય સ્થિતિ છે જે અસ્વસ્થતા, પીડા અને રક્તસ્રાવનું કારણ બની શકે છે.સારું સ્વાસ્થ્ય જાળવવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઊંઘ શરીર અને મનને આરામ આપે છે અને તેને પુનજીર્વિત કરવામાં મદદ કરે છે. પૂરતી ઊંઘ ન લેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે આ ઉપરાંત સ્વાસ્થ્ય વર્ધક જીવનશૈલી માટે દરરોજ 7-8 કલાકની ઊંઘ જરૂરી છે.
સારું સ્વાસ્થ્ય એ જીવનનું સૌથી મોટું સુખ: ડો.અમિત હપાણી
અબતક સાથેની વાતચીતમા પ્રગતિ હોસ્પિટલના ડો.અમિત હાપાની એ જણાવ્યું હતું કે”પહેલું સુખ તે જાતે નર્યા” આ કહેવતનો અર્થ છે કે શરીરનું સ્વાસ્થ્ય એ જીવનનું સૌથી મોટું સુખ છે. જો આપણું શરીર સ્વસ્થ હોય, તો આપણે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકીએ છીએ. સ્વસ્થ શરીર આપણને રોગોથી બચાવે છે. શારીરિક શક્તિ અને સહનશક્તિ વધારે છે ફળો, શાકભાજી, અનાજ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લો.જંક ફૂડ અને પ્રોસેસ્ડ ખોરાક ટાળો.દરરોજ 7-8 કલાકની ઊંઘ લો. યોગ, ધ્યાન અથવા શ્વાસ લેવાની કસરતો દ્વારા તણાવ ઓછો કરો.આપણે આપણા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં 99.89% પ્રસૂતિ દવાખાનામાં 23,872 બાળકોનું સંપૂર્ણ રસીકરણ
ગુજરાતની આ વાત કરીએ તો ’સુપોષિત ગુજરાત’ના ધ્યેયમંત્ર સાથે સરકારે માતા અને બાળકના મૃત્યુ દરને નહિવત્ કરવાના સંકલ્પ સાથે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. જેના કારણે રાજ્યમાં સંસ્થાકિય પ્રસૂતિનું પ્રમાણ વર્ષ 2024માં 99.9 ટકા સુધી થયુ છે. રાજ્યમાં નવજાત શિશુ મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટે, તે માટે સરકારી આરોગ્ય સંસ્થા ખાતે ’થ્રી ટાયર એપ્રોચ’ અપનાવાયો છે.રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અંતર્ગત વર્ષ 2024-2025માં ડીસેમ્બર અંતિત 25,988 પ્રસૂતિની નોંધણી કરાઈ છે. 16,682 પ્રસૂતાએ બાળકની ડિલીવરી કરી છે, જે પૈકી 16,664 (99.89%) પ્રસૃતિ દવાખાનામાં થઈ છે. રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં બાળ મૃત્યુ દર ઘટાડવા દવાખાનામાં બાળકનો જન્મ, બાળક એક વર્ષનું થાય તે પહેલા સંપૂર્ણ રસીકરણ, 2024 અંતિત 23,872 બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરાયું છે.
સારા સ્વાસ્થ્ય માટે ફળો, શાકભાજી, અનાજ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લો: ડો.અંજુબેન પાડલીયા
અબતક સાથેની વાતચીતમાં કાયાપલટના ડો. અંજુબેન પાડલીયા જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2025 ને મેદસ્વિતા મુક્ત અભિયાન ને સાર્થક કરવા “પહેલું સુખ તે જાતે નર્યા” શરીરનું સ્વાસ્થ્ય એ જીવનનું સૌથી મોટું સુખ છે. ફળો, શાકભાજી, અનાજ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લો. જંક ફૂડ અને પ્રોસેસ્ડ ખોરાક ટાળો. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો.ચાલવું, દોડવું, યોગ અથવા સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ કરો.દરરોજ 7-8 કલાકની ઊંઘ લો.નિયમિત સમયે સૂવો અને જાગો. યોગ, ધ્યાન અથવા શ્વાસ લેવાની કસરતો દ્વારા તણાવ ઓછો કરે છે. તેમજ કાયાપલટ ચામડીના રોગો માટે પ્રોડક્ટ લઈને આવ્યું છે. સ્વચ્છ જીવનશૈલી એટલે એવી જીવનશૈલી જેમાં શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે સારી આદતોનો સમાવેશ થાય છે. સ્વચ્છ જીવનશૈલી અપનાવવાથી આપણે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. સ્વચ્છ જીવનશૈલી અપનાવવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સ્વચ્છ જીવનશૈલી અપનાવવી એ માત્ર શરીર માટે જ નહીં, પરંતુ મન અને પર્યાવરણ માટે પણ જરૂરી છે.