વિટામીન-સીથી ભરપૂર આમળાનું શિયાળામાં સેવન કરવાથી રોગ પ્રતિકારક શકિત વધારવા ઉપરાંત ત્વચા, વાળનો સુંદર બનાવી શકાય છે

શિયાળામાં આરોગ્યને ટનાટન રાખવામાં સર્વોત્તમ ગણાતા આમળાને ભારતીય ગુસબેટી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં મોટા પ્રમાણમાં આમળાનો પાક થાય છે. જેથી શિયાળામાં આમળા વિપુલ પ્રમાણમાં બજારમાં વેચાવા આવે છે. આયુર્વેદમાં આમળાના શરીરના સર્વાંગી વિકાસ માટે અસરકારક ગણાવવામાં આવ્યા છે. શિયાળામાં દૈનિક આહારમાં આમળા ઉમેરીને અનેકવિધ આરોગ્ય લાભો મળી શકે છે. આમળાને કાચા ખાઉ અથવા તેનો રસ પી શકાય છે. આમળાની કેન્ડી કે મુરબ્બો બનાવીને પણ ખાઈ શકાય છે. આમળા માનવ શરીરમાં અનેક રીતે ગુણકારી છે.

આમળાએ વિટામીન સીનો શકિતપૂર્ણ સ્ત્રોત છે. વિટામીન સી શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે. શિયાળાના થતા શરદી ખાંસી, તાવ વગેરે જેવા રોગ સામે રોગ પ્રતિકારક શકિત વધારવામાં આમળા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. શિયાળામાં આહારમાં આમળા ઉમેરવાથી મજબૂત રોગ પ્રતિકારક શકિત ઉભી થાય છે. જેથી, શરદી ખાંસી, તાવ વગેરે જેવા રોગ સામે શરીરમાં મજબૂત શકિત ઉભી થાય છે.

7537d2f3 20

આમળા લોહીમાં શર્કરાના સ્તરને કુદરતી રીતે નિયંત્રીત કરવામાં મદદ કરે છે. જેથી, ડાયાબીટીસના રોગથી પીડાતા દર્દીઓ માટે આમળા અસરકારક મનાય છે. અનેક મેડીકલ અભ્યાસોમાં પૂરવાર થયું છે કે ડાયાબીટીસને નિયંત્રણમાં રાખવામાં આમળા અકસીર મનાય છે. ડાયાબીટીસનાં દર્દીઓ આહારમાં આમલા વધારે તો તેમના લોહીમાં શર્કરાના તંદુરસ્ત સ્તરનું સુપેરે સંચાલન થઈ શકે છે. આમળા નબળા કોલેસ્ટેરોલમાં પણ હિતકારી છે. ખરાબ કોલેસ્ટરોલ હોય તો માનવોમાં હૃદયની બિમારીઓનું જોખમ વધે છે. જેનાથી માનવ શરીરના સ્વાસ્થ્યને અસર થાય છે. તંદુરસ્ત કોલેસ્ટરોલનું સ્તર જાળવવામાં આમળા મદદરૂપ થતા હોય બીપી જેવી કોલેસ્ટરોલને લગતી બિમારીના દર્દીઓ માટે આમળા અકસીર પૂરવાર થાય છે.

આમળામાં વિટામીન સી અને અન્ય આરોગ્યપ્રદ તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આમલા ખાવાથી માનવ ત્વચા અને વાળસુંદર બને છે. ત્વચા અને વાળ માટે આમળા અસરકારક હોય આમળા પાવડરના ફેસ પેક અને હેર માસ્કનો પણ હવે મોટી માત્રામાં ઉપયોગ થવા લાગ્યો છે. આમળા વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આમળા ખાવાથી પાચનની પ્રક્રિયા ઝડપી બને છે. આમળામાં ફાઈબર વિપુલ માત્રામાં હોય આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. વજન ઘટાડવા માટે આમળાનો બે ચમચી રસ આહારમાં ઉમેરવામાં આવે તો અસરકારક પરિણામ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.