તાત્કાલીક ધોરણે સમસ્યાનો હલ આવે તેવો પરિવારજનોની માંગ
ઉના નવા બનેલા પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇનમાં નવા બનેલા કવાર્ટરના કામમાં લોટ પાણીને લાકડા ની જેમ કામ થયું હોય તેમ નવા બનેલા કવાર્ટરના ગટરના પાણી પોલીસ લાઇનના ગ્રાઉન્ડમાં વહે છે અને આ દુર્ગધ મારતા પાણી પોલીસલાઇનમાંથી ઉનાના મુખ્ય માર્ગ સુધી પહોંચે છે. પોલીસ લાઇનમાં સોમનાથ મહાદેવનું ભવ્ય મંદીર પણ છે જયાં શહેરભરના લોકો દર્શનાર્થે જતા હોય છે તે લોકોને પણ આ દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું પડે છે. કહેવાય છે કે પોલીસ ચુસ્ત અને તંદુરસ્ત હોય તો ક્રાઇમ ઓછો થાય પરંતુ ઉના પોલીસ પરીવાર ખુદ માંદગીના બીછાને બાથ તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. તથા બનેલા કવાર્ટરમાં દરેક મકાનમાં પાઇપ લીકેજનો પ્રોબ્લેમ છે ત્યારે આ સમસ્યાનો હલ આવે એવી પરીવારોમાંથી માંગ ઉઠવા પામી છે.