કોરોનાની મહામારી વચ્ચે લોકોને આરોગ્ય વિષયક બાબતોથી માહિતગાર કરવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા ૧૧૮ કેમ્પ યોજી ૨૨૪૭ લોકોને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, કોરોનાથી બચવા લોકો સાવચેત રહે તેમજ જરૂરી સ્વચ્છતા જાળવે તે જરી હોવા ઉપરાંત આયુર્વેદ ઉકાળા તેમજ ઘરગથ્થુ ઉપચારો પણ મહત્વના છે. ત્યારે આવા મેડીકલ કેમ્પમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને આવરી લઇ તમામ બાબતોથી માહિતગાર કરવામાં આવે છે.