રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા પોલીસ જવાનોના હેલ્થ ચેક અપ માટેનો કેમ્પ યોજાયો
કોરોના વાઇરસને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે જેમાં પબ્લીક લોકડાઉનના ભંગ ના કરે તે માટે પોલીસ તંત્ર પણ સજાગ બન્યુ છે. મુખ્યમાર્ગો તથા અલગ અલગ ચોકી પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. લોકડાઉન થયુ ત્યારથી અત્યાર સુધી પોલીસ કર્મીઓ સતત પોતાની ફરજ બજાવે છે. ત્યારે રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા દરેક પોઇન્ટ પરના પોલીસ કર્મીઓનું હેલ્થ ચેક અપ કરાવવામાં આવ્યુ હતું. તથા કોઇ વ્યકિતને કાઇ તકલીફ હોય તો તેમને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આશિષ જોષી (રોટરીકલબ)એ અબતક સાથેની વાતમાં જણાવ્યુ હતુ કે વિશ્ર્વભરમાં રોટરી કલબ ઓફ ચેમ્બર પ્રસરાયેલો છે. રોટરી કલબનો ઉદરય માનવ સેવાનો છે.
જેમાં રોટરી કલબનું મુખ્ય ધ્યેય એજયુકેશન અને મેડિકલ છે. કોરોનાના પ્રતાયે જે લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા ૧૩ દિવસથી પોલીસ કર્મીઓ પોતાના જે તે પોઇન્ટ પર ફરજ બજાવતા હોય છે. તો તેમના આરોગ્ય માટે રોટરી કલબ અને રાજકોટ શહેર પોલીસના સંયુકત ઉપક્રમે રોટરી કલબના સહયોગથી પ્રાયમરી હેલ્થ ચેકઅપનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કવોલીફાઇડ ડોકટરો દ્વારા પોલીસ કર્મીઓનું ચેકઅપ કરીને જો કોઇ તકલીફ દેખાયતી યોગ્ય સારવારની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.