ડોક્ટરો હંમેશા સ્વાસ્થ્યવર્ધક ખોરાક ખાવાની સલાહ આપતા હોય છે. પરંતુ કેટલી હદ સુધી તેને ખાવા યોગ્ય છે ? જંક ફુડની સાથે સ્વાસ્થ્યવર્ધક ફળો પણ નુકશાનકર્તા છે. હવે તમને થશુ હશે કે જંક પણ ખરાબ છે ફળો પણ ન ખાવા તો ખાવુ શું ? હકિકતમાં હેલ્ધી ફુડ જ ખાવા જોઇએ પરંતુ તેની એક મર્યાદા હોય છે.
– ડ્રાયફૂટ્સ :
સુપર ફુડમાનું એક એવુ ડ્રાયફૂડ ખૂબ જ હેલ્ધી છે. જે પ્રોટીન, ફાઇબર, અને હેલ્ધી ફેટથી ભરપુર હોય છે. માટે જો તમે ડ્રાયફ્રૂટના શૌખીન હોય તો પિસ્તા, બદામ, કાજુ, અખરોટ એમ બધા ડ્રાયફૂટ મિક્સ કરી એક મુઠ્ઠી જ ખાવુ જોઇએ.
– ફળો :
ફ્રૂટ પણ સુપરફૂડ છે જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે તે પણ અનેકરીતે વિટામિન્સ અને મિનરલથી ભરપુર હોય છે. પરંતુ વધુ પડતા ફળોમાં શુગરની માત્રા હોય છે જેમ કે કેળા, પાયનેપલ, કેરી અને સફરજન જેનું વધુ પ્રમાણ લેવાથી બ્લડ શુગર લેવલમાં વધારો થાય છે.
– પાણી :
વધુમાં વધુ પાણી પીવાનો આગ્રહ રાખતા લોકો માટે જાણવું જરુરી છે કે વધુ પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાં સોડિયમ લેવલ વધી જાય છે તેનાથી શરીરના સેલનો પણ અસર થાય છે.