લાઠી તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડ ના સરકારી પીપળવા ખાતે સરકારી માધ્યમિક શાળા – પીપળવા મા એડોલેશન હેલ્થ એજ્યુકેશન – ઉજાસ ભણી સેમિનાર ની ઉજવણી કરવામાં આવી હતી.પ્રા. આ. કેન્દ્ર ચાવંડ ના સરકારી પીપળવા ખાતે સરકાર શ્રી ના ચાલતા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત માધ્યમિક શાળા ના બાળકો ની આરોગ્ય તપાસણી કાર્યક્રમ અને શિક્ષણ વિભાગ ના સંકલન થી એડોલેશન હેલ્થ એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રા. આ. કેન્દ્ર ચાવંડ ના મેડીકલ ઓફીસર ડો. મુકેશ સિંઘ સાહેબ અને આર. બી. એસ. કે. મેડીકલ ઓફીસર ડો. હિતેશ પરમાર દ્વારા દિપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમ દરમિયાન ત્રણ અલગ અલગ સેમિનાર નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રથમ સેમિનાર મા બાળકો, કુમાર – ક્ધયા, વાલીઓ અને શાળા ના શિક્ષકો ને આરોગ્ય ની લગત તમામ માહિતી અને માર્ગદર્શન પ્રા. આ. કેન્દ્ર ચાવંડ ના મેડીકલ ઓફિસર ડો. મુકેશસિંઘ દ્વારા આપવામાં આવેલ,
અને ત્યાર બાદ બીજા અને ત્રીજા સેશન્સ કુમાર ક્ધયા માટે અલગ અલગ બેચ રાખવા મા આવેલ જેમાં માધ્યમિક શાળા ના કુમાર બાળકો ને આર. બી. એસ. કે. મેડીકલ ઓફીસર ડો. હિતેશ પરમાર, મેહુલભાઈ બગડા દ્વારા આરોગ્ય શિક્ષણ, વ્યસન મુક્તિ, કિશોરાવસ્થા અને યુવાવસ્થા દરમિયાન થતાં શારીરિક અને માનસિક ફેરફારો, સ્વાસ્થ્ય અંગે સુટેંવો અને વાહકજન્ય રોગો વિશે માર્ગદર્શન આપી બાળકો ને માહિતગાર કર્યા હતા,
જ્યારે બીજી બાજુ માધ્યમિક શાળા ની કુમારી-બાળાઓ ને આયુષ ડો. કીર્તિ મનવર, ડો. પારુલ દંગી, રાધિકા વધેલ દ્વારા કિશોરીને કિશોરાવસ્થા અને યુવાવસ્થા દરમિયાન થતાં શારીરિક અને માનસિક ફેરફારો, સ્વાસ્થ્ય અંગે સુટેંવો, કાળજી રાખવા અંગે માર્ગદર્શન આપી બાળાઓ ને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા ડો મુકેશ સિંગ, આર. બી. એસ. કે. મેડીકલ ઓફિસર ડો. હિતેશ પરમાર ની ટીમ, ડો. કીર્તિ મનવાર અને શાળા ના આચાર્ય શ્રી કે. જી. ત્રિવેદી સાહેબે જહેમત ઉઠાવેલ.