- દ્વારકા જતા પદયાત્રીઓ માટે આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી
- કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેમ્પમાં દવાઓનું વિતરણ
- પદયાત્રીઓના કેમ્પમાં પાણીમાં કલોરીનેશનની કામગીરી કરાઈ
- જય ગોપાલ ગ્રુપના કેમ્પના સંચાલકે આરોગ્ય વિભાગનો માન્યો આભાર
દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જઈ રહેલા યાત્રીઓ માટે જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી
કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ પદયાત્રીઓના કેમ્પમાં પાણીમાં કલોરીનેશનની કામગીરી તથા દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છેઆરોગ્ય કેન્દ્રના ડોકટરો દ્વારા દવાઓની સેવા આપવા બદલ અમે તેઓના આભારી : મેરૂભાઈ ભરવાડ (કેમ્પ સંચાલક)
દેવભૂમિ દ્વારકા ખાતે હોળી-ધુળેટીના પર્વ નિમિતે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જામનગર સહીત અન્ય જીલ્લાઓ માંથી શ્રદ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે. યાત્રીઓની સેવા અર્થે જે જગ્યાઓ પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જામનગર કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પમાં દવાઓની સુવિધા તેમજ યાત્રીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી કરીને તેઓનું આરોગ્ય સ્વસ્થ રહે. જામનગર જીલ્લા વહીવટી તંત્રની આ ઉમદા કામગીરી બદલ લોકો સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
જામનગર તાલુકાના વસઈ પાટિયા પાસે જય ગોપાલ ગ્રુપ દ્વારા દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પના સંચાલક મેરુભાઈ ભરવાડ જણાવે છે કે, વસઈ આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા અમારા કેમ્પમાં
જરૂરીયાતમંદ યાત્રીઓ માટે વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ પીવાના પાણીની શુદ્ધતા અને કલોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે તે બદલ તંત્રનો આભાર વ્યક્ત કરું છું.
રિપોર્ટર:- સાગર સંઘાણી